Maldhari Helpline

વ્હાલા બહેનો તથા ભાઈઓ 'માલધારી હેલ્પ લાઈન' એટલે કે મફત ફોન સેવા (18001038700) ભારત મા સૌ પૄથમ કોઈ એક સમાજ આધારીત હેલ્પ લાઈન હોય તો એ આપણી માલધારી હેલ્પ લાઈન છે અને આ હેલ્પ લાઈન માલધારીઓ ના મુદ્દા ઓ જેવા કે

-જમીન,વાડા,ગૌચર,ખેડુત ખાતેદાર મા મુઝવતા સવાલો
-
વાંઢે જતા માલધારી ને કોઈ હેરાનગતિ હોય
-
પોલીસ ધ્વારા કનડગત થતિ હોય
-
સરકારી વિભાગો ની માહિતિ જેવી કે
વિધવા&વૃધ્ધ પેન્શન
BPL ના લાભો
-
શૈક્ષણિક
વિદ્યાથીઁ ઓ ને માટે દરેક માહિતી જેવી કે
માલધારી બાળકો માટે ધોરણ 8 પછી કઈ એવી શાળા કે છાત્રાલય છે જયા સસ્તુ અને સારુ શિક્ષણ સાથે સુરક્ષા પણ મળે
આ સિવાય
ધોરણ 10/12 પછી આગળ શુ કરવુ જોઈયે ??
સ્કોલરશીપ
-
હવામાન અંગે ની માહિતી
જે વાંઢે જતા માલધારી ઓ માટે ખુબ જ ઉપયોગી
-
સ્થળાંતર કાડઁ
-
દુધ ના ભાવ વિસ્તાર મુજબ
-ખોળ,દાણ,નીણ ના ભાવ
-
પશુ બિમાર હોય ત્યારે દેશી ઉપચાર
તથા વિસ્તાર ના પશુ ડોકટર નો સંપકઁ
-
ગોપાલક તથા ઘેટા ઉન વિકાસ નિગમ માથી મળતી સહાય
-
આ સિવાય પણ,માલધારી ઓ ને કોઈ પણ મુઝવણ હોય ત્યારે આ હેલ્પ લાઈન માથી મદદ અને માગઁદશઁન મેળવી શકીયે
મારી આપ સહુ ભાઈ બહેનો ને વિનંતિ કે આપણે કોઈ સવાલ ના હોય પણ આપણી આજુબાજુ કયાંય પણ નજર નાખસુ તો ચોક્કસ માલધારી ને નડતા સવાલો દેખાસે
આપણા નહિ આપણા સમાજ મજબુતિ ને ટકાવવા જયારે "મારગ"સંસ્થા ધ્વારા આ પહેલ કરવામા આવી છે ત્યારે આપણે સહુ એ ભેગા મળી માલધારી હેલ્પ લાઈન મા વધારે ને વધારે ફોન કરી તેને મજબુત બનાવીયે સાથે માલધારીયત ને પણ મજબુત બનાવીયે
જય માલધારી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ