નાગપંચમી સ્પેશલ: આ છે ગુજરાતનાં સવાલાખ નાગ દેવતાની આકૃતિવાળું એક માત્ર મંદીર....


નાગપંચમી સ્પેશલ: આ છે ગુજરાતનાં સવાલાખ નાગ દેવતાની આકૃતિવાળું એક માત્ર મંદીર....


આખા ગુજરાતમાં બનાસકાંઠાનાં વડગામ તાલુકાના સેંભર ખાતે સવા લાખ નાગની આકૃતિવાળુ ઐતિહાસિક ગોગ મહારાજનું મંદિર આવેલું છે. અહીં નાગપંચમીના દિવસે પરંપરાગત લોક મેળો ભરાય છે આ મેળામાં દૂર-દૂરના ગામોમાંથી માનવમહેરામણ ઊમટે છે. શ્રદ્ધાળુઓએ મેળાની સાથે પ્રકૃતિનો આનંદ પણ માણે છે.

www.vihotarvoice.com
મંદિરની દંતકથા
આ મંદિરની દંતકથા મુજબ હજારો વર્ષો પહેલા સેંભર નગરી આવેલી હતી. જયાં રાજપુત રાજા રાજ કરતા હતા. આ નગરીનો નાશ થતાં આ મંદિરની જે મુર્તિ હતી તે સરસ્વતી નદીમાં વહેતી મુકવામાં આવી હતી આ મૂર્તિ એક પટેલનાં હાથમાં આવી અને તેઓ તેને બળદગાડામાં મુકી ગામ બહાર લઈ જતા હતાં. પણ તે સમયે જ તેમનું ગાડું આગળ વધતું જ ન હતું. બાદમાં તેમને આભાસ થયો કે ગોગા મહારાજ તેમનું ગામ છોડીને ક્યાંય જવા માંગતા જ નથી તેથી જ મારી સાથે આમ બની રહ્યું છે.

તે બાદ તેમણે તે જ જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને જુના મંદિરમાં જ મૂર્તિની ફરી સ્થાપના થઈ. આ મંદિર આશરે બે હાજર વર્ષ જુનું છે. હાલમાં આ મંદિર સેંભરીયા ગોગ મહારાજ તરીકે ઓળખાય છે. બાજુમાં પર્વત ઉપર ચામુંડા માતાનું મંદિર આવેલ છે. દર મહિનાની સુદ-પાંચમના દિવસે શ્રધ્ધાળુઓ-યાત્રિકો અહીં દર્શનાર્થે આવે છે. અહીં સવાલા નાગદેવતાની પત્થર ઉપરની કોતરણી કરી મંદિર તૈયાર કરવામાં આવ્યું છે.

નાગપંચમીનું ખાસ મહત્ત્વ
આ ગોગ મહારાજના મંદિરે દર વર્ષે નાગપાંચમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. પરંપરા મુજબ આજે પણ અહીં મેળો ભરાયો છે. આ મેળામાં બનાસકાંઠા, પાટણ, હિંમતનગર, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટયા હતા. સેંભર ગોગ મહારાજનું મંદિર સરસ્વતી નદીના કિનારે પર્વતોની હારમાળા વચ્ચે આવેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર રમણીય સ્થળે મનને ટાઢક આપે છે.

જેથી નાગપાંચમના દિવસે લોકો મેળાની મોજ સાથે પ્રકૃતિના સૌંદર્યનો પણ ભરપૂર આનંદ માણે છે. નાગપાંચમના દિવસે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ