મેલડી મા નો ઇતિહાસ | Meldi Ma No Itihas

 મેલડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેલામાં પ્રવેશ કર્યો એટલે તેમનું નામ 'મેલડી' પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ વેન્તલા મુખની, બહાર દાંતપંક્તિ પણ લોહીથી રંગાયેલ, જીભ પરથી લોહીના પડતા ટીપાં, એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર, માના શરીર પર માનવચર્મનું આચ્છાદન છે. દેહ અર્ધ ઢંકાયેલ છે.





  • માનું રૂપ ભયાનક બિહામણું છે
  •  મહિષાસુરનાં વધ બાદ માતાજી રણમાં ઉભા રહી ગયા હતા 
  • અંબાજીએ મેલડી માને ગુજરાત જવાનું કહ્યું 
સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલાં છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાજી મેલાં ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાનાં સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે.

ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે પણ માનું સ્થાપન અનેક જગાએ થયેલું છે. ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના ગામ કોળિયાકમાં જ્યાં નકલંક મહાદેવનો મોટો મેળો ભરાય છે, એ ગામમાં વાળંદનું ખેતર છે. એ ખેતરનાં શેઢે મેલડી માતાજીની નાનકડી દેરી છે. એક નારિયેળીમાં માનું સ્થાપન થયેલ છે.

આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર ઢાંખર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી. ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે, ફરી એ તરફ ડોકાતું નથી. મહિષાસુરનો વધ કરી આદ્યશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠાં પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયાં. બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યાં. ખોડિયાર રાજપરા તરફ રવાના થયાં. આઈ વરુડી તરફ જવા ઉપડ્યાં. ચામુંડા માતા ચોટીલા ગયાં. સૌ જોગણીઓ પણ પોતપોતાનાં સ્થાનક તરફ પાછા ફરવા લાગ્યાં. એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણ મેદાનમાં ઉભા રહ્યાં.

આ જોઈ અંબાજીએ મેલડી માતાજીને રોકાવાનું કારણ પૂછયું. મા ધીર ગંભીર અવાજથી બોલ્યા, "હે મા, હું મહાકાળીનો અવતાર છું, પણ મહાલક્ષ્મી યોગમાયાના મેલમાંથી ઉત્પન્ન થઇ છું, તેથી હું મહાલક્ષ્મી પણ છું, ચામુંડા માને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઇ છું, તેથી હું મહાસરસ્વતી પણ છું. તો હવે હું ક્યાં જાઉં? અને કઈ દેવીના શરીરમાં જઈ સમાઉં તે મારી સમજણમાં આવતું નથી." આ સાંભળી ભવાની આદ્યશક્તિ આરાસુરવાળાં શ્રી અંબાજી બોલ્યાં કે, "હે મેલડી, તારે કોઈનામાં સમાવવાની જરૂર નથી, પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેલડી મા તમે ગુજરાત જાવ."

આમ, કહી અંબાજીએ પોતાનાં આયુધ, શક્તિ તથા સામર્થ્યને મા મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યાં. આમ, માનું ગુજરાત-કચ્છ-કાઠિયાવાડમાં પ્રથમ આગમન થયું....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ