વડોદરામાં રબારી સમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝને મળી શણગારેલી ‘ગાય’ની ભેટ

વડોદરા શહેરના એસ આર પી મેદાન ખાતે રબારી સમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સીરીઝ બનનાર ખેલાડીને કોઈ ટ્રોફી, બેટ, બોલ કે બાઈકનું ઇનામ નહિ પરંતુ ગાય અને વાછરડું
ઇનામના રૂપે આપવામાં આવ્યું હતુ. આ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલી હતી.


ઉલ્લેખનીય છે કે, વિવિધ સમાજ અને સરકાર સુધી ગાયને સંરક્ષિત રાખવા અને તેની હત્યા બંધ કરાવવા ઉપરાંત ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે આ પ્રકારનું આયોજન થયું હતું. સંખ્યાબંધ કતલખાનાઓમાં દેશમાં દરરોજ ગાયોની કત્લેઆમ થાય છે તેમ છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતુ હોય છે. આ ફાઇનલ મેચમાં વાડીની ટીમ અને જંબુસરની ટીમ રમાઈ હતી જેમાં જંબુસર ટીમનો વિજય થયો હતો.



જાણીતા ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. વાડીની ટીમૉના જયેશને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો અને મુનાફ પટેલના હસ્તે ગાય આપવામાં આવી હતી. 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ