માલધારી વિરોધી એવા રખડતા ઢોર નિયંત્રણ અંગેનો વિધેયક પસાર કરવા વિધાનસભાની કામગીરી છેલ્લા દિવસે મધ રાત સુધી ચાલી


હવે ગાય-ભેંસ રાખવા લાયસન્સ ફરજિયાત
વિધાનસભામાં શહેરોમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક-2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવી લીધુ છે. હવે આ કાયદો અમલમાં આવતા શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાયસન્સ લેવુ પડશે! નહી તો દંડ થશે, FIR પણ થશે.

બહુમતીના જોરે કાયદો પસાર થયો
હકિકતમાં આટલી લાંબી ચર્ચા પાછળ વિપક્ષની રણનીતિ ગૃહમાં સત્તાપક્ષને થકવી નાખી સંખ્યાની દ્રષ્ટિએ લધુમતીમાં મુકવાનો હતો. પણ ભાજપના સિનિયર ધારાસભ્યો પણ છેક સુધી બેસી રહ્યા અને બહુમતીના જોરે આ કાયદો પસાર થયો હતો. 14મી વિધાનસભાનું બજેટ સત્ર 1 એપ્રિલની રાતે 1.37 કલાકે પૂર્ણ થયુ હતું. અધ્યક્ષે ગૃહને અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખ્યુ હતું.

ઢોર નિયંત્રણ બિલની જોગવાઇઓ :

  • શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાયસન્સ લેવું પડશે
  • લાયસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવી પડશે
  • કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
  • શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
  • પકડાનાર ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
  • ઢોર પકડ પાર્ટી પર હૂમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
  • પાલિકા હસ્તકના ઢોરવાડાના ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોર દીઠ 50 હજારનો દંડ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ