ડીસામાં રબારી સમાજનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો....


સરકારી નોકરી તેમજ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે હવે તમામે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી ફરજીયાત પસાર થવુ પડશે.
તેથી રબારી સમાજના છાત્રો વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સફળતા મેળવે તેવા શુભાશિષ ડીસા ખાતે રવિવારે રબારી ગોપાલક છાત્રાલયમાં યોજાયેલા ત્રિવેણી કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. 


રબારી સમાજ યુવા પ્રગતિ મંડળ બનાસકાંઠા ડીસા દ્વારા રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ, સ્નેહમિલન સમારોહ અને સમાજના ચૂંટાયેલા નવ નિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ એમ ત્રિવેણી કાર્યક્રમ રવિવારે ડીસા ખાતે યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ રબારી, તાલુકા સંઘના પ્રમુખ દશરથભાઇ ખટાણા, બનાસબેન્કના વાઇચ ચેરમેન જીગર દેસાઇ, ડીરેકટર બાબુભાઇ પાનકુટા, છાત્રાલયના પ્રમુખ રેવાભાઇ દેસાઇ, જીવરાજભાઈ આલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે છાત્રાલયમાં બનાવવામાં આવેલ ભોજનાલય, બાથરૂમ, ઓવરહેડ પાણીની ટાંકી અને ટ્યુબવેલનું ખાત મુહૂર્ત કરાયું હતું. 
www.vihotarvoice.in


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ