શ્રી રામજી ભગતની જીવન કથા



ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં કડી તાલુકાનું કોલાદ ગામ છે કોલાદ ગામની અંદર બધી જ્ઞાતીના લોકો વસે છે તેમાં રબારી કોમના સાંબોળ સાખના ગણેશભાઈ (સાંબોળ) રબારી રહે છે. આ ગણેશભાઈ ને ચુવાળ પરગણાના ઘટીસણા ગામે સોળંચી સાખમાં સોનાબેન સાથે પરણવામાં આવે છે, ગણેશભાઈ અને સોનાબેન નો સંસાર સુખમય ચાલે છે ગણેશભાઈ ગાયો રાખે છે. એ જમાનામાં જેની પાસે ગાયો હોય તે સુખી માલદાર ગણાતો ત્યારે બંગલા ગાડી કે આધુનિક વસ્તુનો જમાનો નહોતો તેમ ગણેશભાઈનું ખોરડું પણ ગામમાં સુખી કહેવાતું. દિવસો મહીના અને એક બે વર્ષ જતા સોનાબા સને ૧૯૧૮ માં એક દિકરાને જન્મ આપે છે અને દિકરાનું નામ રાખવામાં આવે છે રામજી. રામજી રૂપ-રૂપ ના અંબાર છે ગાયોનું દૂધ પીવે છે અને મોટો થવા લાગે છે રામજી બે વર્ષના થાય છે જે બીજા ભાઈનું આગમન થાય છે તેમનું નામ રાખવામાં આવે છે જકસી તે પછી બે વર્ષ બાદ ત્રીજા ભાઈનું આગમન થાય છે તેમનું નામ રાખવામાં આવે છે જાયમોલ. જાયમોલ એકાદ વર્ષના હશે અને સોનાબા આ સંસાર માંથી વિદાય લઈને સ્વર્ગે સીધાવે છે આ બાજુ ગણેશ બાપા ઉપર ત્રણ ત્રણ નાના ભુલકા ની જવાબદારી આવી જાય છે એક બાજુ માલઢોર ને સાચવવાના અને બીજી બાજુ ત્રણ નાના બાળકોને સાચવવાના. દિવસો પસાર થતા જાય છે રામજી જકસી અને જાયમોલ મા ના વિયોગમાં મુરજાતા જાય છે. આ બાળકોનું દુઃખ ગામના આગેવાનો અને ગામના વડીલોથી જાવાતું નથી ગણેશભાને સમજાવામાં આવે છે કે ભાઈ જે બનવાનું હતુ તે બની ગયુ પરંતુ આ બાળકો સામે જાવો અને તમે ફરીથી ક્યાંક લગ્ન કરો આ બાળકો ને એક નવી માં લાવી આપો ત્યારે કળીયુગ ન હતો ત્યારે માણસોમાં મારાપણું બહુ હતું. ગણેશભાએ વિચાર કરી બાળકો સામે જાઈ ગામના વડીલોને રજા આપી કે બાળકો ખાતર થઈ નવુ કરવા તૈયાર છું. ગામના આગેવાનો એ ચુવાળ પરગણમાં દેત્રોજ ગામે ઘાંઘર સાખમાં વાત ચલાવી અને ગણેશભાને ત્યાં ઘરમંડવ્યું તેમનું નામ પુરાબા. પુરાબા પ્રભુતામાં પગ મુકી કોલાદ મુકામે આવે છે કોલાદ મુકામે આવી સૌથી પહેલા ત્રણે બાળકોને છાતીથી વળગાડે છે. ત્રણે બાળકો પોતાની જનેતાની માફક ગળે વળગી પડે છે. પૂરામાં બાળકોને લાડ કોડથી ઉછેર કરે છે તે પછી પૂરામા ના પેટ હરજી અને મફત તથા બેન રૂખી તેમ ત્રણ સંતાનો નો જન્મ થાય છે. પરંતુ પૂરામા છ એ બાળકો ને એ રીતે ઉછેરે છે કે કોઈને પણ ના લાગે કે આ નવી જુનીના છોકરા છે પણ ત્યારે જમાનો સારો હતો અત્યારે એ શક્ય નથી એક બાજુ સૌથી મોટા રામજી દસ બાર વર્ષના થઈ ગયા છે તે પણ ગણેશભા સાથે ગાયો ચરાવવા પરદેશ જવા લાગ્યા છે સાથે નાનાભાઈ જકસી પણ હોય છે ત્યારે ભણતર રબારી સમાજમાં ન હતું. રામજી જકસી અને ગણેશભા ગાયો ચરાવવા દેશ પરદેશ ફરે છે દસ બાર વર્ષની ઉંમરે (રામજી ભગત) ભક્તીની કુપણો ફૂટે છે. વડીલો કહેવત કહે છે કે છોકરાના લક્ષણ પારણે વહુના લક્ષણ બારણે એમ ભગત બાપાને બાળપણથીજ ભક્તી ની લગન લાગી છે, દેશ પરદેશ વગડે જંગલમાં જ્યા સુધી રામજી ભગત સ્નાન કરી શંકરના દર્શન ના કરે ત્યાં સુધી અન્નનો દાણો પણ મોઢામાં નહી મુકવાનો એવી ટેક ભગત બાપાએ લીધી છે. ગાયોમાં હોય અને રોટલા કરવા લોટ લેવા જાય અને કીડીયારૂ ભાળી જાય તો કીડીયારૂ પૂરવાનું ચાલુ કરી દે એવા રામજી ભગત ઘણી વખત રામજી ભગતે રોટલા કરવાનો લોટ કીડીયારૂ પૂરવામાં વાપરી નાખેલો અને પોતે ભૂખ્યા રહેલા છે. આ બાજુ રામજી ભગત મોટા થતા જાય છે, રામજી ભગત ની ઉંમર ચૌદ પંદર વર્ષની થઈ હતી ત્યાં ગણેશભા અને પૂરા બા (રામજી ભગતબાપા) ની સગાઈ કરવાનું વિચારે છે અને દમોદરીના પૂરા ખટાણા સાખમાં પરણાવવામાં આવે છે પરંતુ રામજીબાપા ની ઈચ્છા ના હોવા છતાં તેમને પરણાવવામાં આવે છે કુદરતને કરવું ને એક બે વર્ષની અંદર રામજીભગતનાં ઘરેથી દેવ લોક પામ્યા, આ બાજુ રામજીભગત સોળ સત્તર વર્ષના ભર જવાનીમાં લોકોને પરણવાનું મન થાય પરંતુ પીરના અવતાર એવા રામજીભગત બાપાને ભક્તીનો રંગ ઔર જામ્યો છે પરમારથ સિવાય તેમને કંઈ દેખાતું નથી. કાળીયો ઠાકર ને શંકર શંભુ શિવાય કોઈ વાત નથી પરંતુ રબારી સમાજ અને આપણા રૂઢી ચુસ્ત રીત રિવાજાને લીધે સમાજના મેણા ટોણા ના ખાવા પડે એટલે ગણેશભાએ રામજીભગતને ફરી પરણવા સમજાયા, પરંતુ ભગતને આ મંજુર ન હતું. રામજી ભગતનો બીજા સંબંધ વાયણા કરવામાં આવ્યો ભગત બાપાને ખબર પડી કે વાયણા સંબંધ કર્યો છે અને વાયણા લગ્ન કરવાના છે એટલે લગ્નના બે પાંચ દિવસ પહેલા રામજી ભગત કોલાદ ગામ છોડીને મુલસણ ગામે તેમના કુટુંબનાં માડણભા રહેતા હતા ત્યાં જતા રહ્યા અને માડણભાને કહી દીધું મારે લગ્ન નથી કરવા પરંતુ સમાજ બહુ રૂઢીચુસ્ત હતો ભગતબાપાને દબાણ ચંપાણ ફોસલાવી અને વાયણા ગામે મોયડાવ સાખમાં સજનબા જાડે પરણાવવામાં આવ્યા ભગતે ના છુટકે સંસાર માં પગ મુકવો પડ્યો અને ભગત બાપા અને સજનબાનાં ત્યાં એક દિકરાનો જન્મ થયો દિકરો સાત આઠ મહીનાનો હતો અને સજનબા ઓછરીમાં બેઠા ગાયનું દૂધ અને સાકર ભેળવી અને પીવડાવતા હતા, કારણ સજનબાને ધાવણ નહોતું આવતુ અને રામજી ભગત બાપા ગાયો ચરાવી ઘરે આવે છે આવી અને સજનબાને કહે છે તમે શું કરો છો ત્યાં સજનબા જવાબ આપે છે કે દૂધ પીવડાવું છું ભગતબાપા એટલુંજ બોલે છે કે તને ખબર છે કે આ તને પાણી પીવડાવશે સજનબા બોલે છે કેમ એવુ કહો છો ભગત બાપા કશું બોલતા નથી અને હાથ-પગ ધોઈ માળા કરવા બેસી જાય છે બીજા દિવસે સવારે દિકરો મૃત્યુ પામે છે સજનબા વિચાર કરે છે અને રડવા લાગે છે ત્યારે ભગત બાપા એટલું બોલે છે રડીશ નહી એ જેનો હતો તેના પાસે જતો રહ્યો થોડા દિવસ પછી સજનબા પણ મૃત્યુ પામે છે અને છ મહીના પછી ભગત બાપા કોલાદ ગામને સદાને માટે રામ રામ કરી અને ભક્તીના માર્ગ ઉપર ચાલવાનું ચાલુ કરી દે છે ભક્તીના રંગમાં રંગાયેલા રામજીભગત બાપા ગામે ગામ પગપાળા ચાલી અને રબારી સમાજ પાસે સુખી બીજા સમાજા પાસે દાન ઉઘરાવે છે અને ગાયોને ચાર કુતરાને રોટલા કીડીયોને કીડીયારૂ પૂરવાનું ચાલુ રાખે છે ભાઈ સમાજ બહુ મતલબી છે મતલબ સિવાય પાણી ના પીવડાવે અને દાન માગવુ કેટલુ કઠીન કામ છે લોકાએ ભગત બાપાને મેણા દીધા ગાળો દીધી પરંતુ સદા બીજાનું સારૂ થજા ના વિચાર સાથે તે માર્ગ તેમને ચાલુ રાખ્યો. આવાજ એક પ્રસંગે દુષ્કાળ નો સમય છે, ગામે ગામ ગાયોના ઘાસ ચારાની તંગી થવા લાગી છે. આવા ટાણે ભગત બાપા વઢીયારમાં સીતાપૂર જાડે નવયાણી ગામ છે ત્યાં પટેલના ઘરે ભગત બાપા ઉતરેલા ગાયોના ઘાસ ચારાની ચિંતા પટેલો પાસે બેસીને કરી રહ્યા હતા. ત્યાં રબારી ભાઈઓનું આગમન થયુ ભગત બાપાને પ્રણામ કરી આઠ દસ ઝેરા ગાયો નવીયાણી ના ગોદરે ઉભી છે બે દિવસથી ગાયો ને ઘાસ મળ્યુ નથી આટલી વાત સાંભળતા ભગત બાપાના અંગમા ઝણઝણાટીં થઈ ગઈ ભગતબાપા ગાયને ભુખી જાઈ શક્તા ન હતાં આ વાત પટેલે પણ સાંભળી અને ભગતને દુઃખી થયેલા જાઈ પટેલ બોલ્યા ભગત બાપા દુઃખી ના થશો આપણી ખરાવાડમાં ચાર ના સાલા પડ્યા છે ગાયોને ખાવાની રજા આપી દ્યો પટેલના આટલા શબ્દો સાંભળી ભગત બાપાની આંખમાં ખુશીના આસું આવિ ગયા ભગતબાપા આવેલ રબારી ભાઈઓને લઈ અને ગાયો પાસે ગયા ત્યાં કોલાદની પણ ગાયો ભેગી હતી રામજી ભગત ના ભાઈ જકસીભા અને જાયમોલભા પણ ગાયો લઈને આવેલા હતા બંને ભાઈઓએ પ્રણામ કર્યા ભગત બાપાએ તરત ખરાવાડમાં ગાયો લઈ જવા કહ્યુ, ગાયો જેવી ખરાવાડમાં ગઈ તરત ભગત બાપા જાતે સાલામાંથી બાથભરી ભરીને ગાયોને પૂળા સોડવા માડ્યા, આ સમયે સાલામાં સંતાઈને બેઠેલો સાપ ભગત બાપાને હાથે ડંખ મારે છે ભગત પ્રેમથી બીજા હાથથી સાપને પકડીને દૂર મુકી દે છે આ બાજુ ભગત બાપાને સાપ કરડ્યો જાણી ભગતબાપાના બંન્ને ભાઈ જશસીભા અને જાયમોલભા રડવા લાગે છે ત્યારે ભગતબાપા એટલું બોલે છે રડશો નહી મને કંઈ નથી થવાનું મારે ઘણાં બધા કામ કરવાના બાકી છે. તે પછી ભગતબાપાએ ગામે ગામ અને દરેક મોટા ગામમાં વિષ્ણું યજ્ઞ યોજવાનું ચાલુ કર્યુ. વડવાળા ધામ દૂધરેજમાં ૧-૬-૧૯૬૧ માં મહાયજ્ઞનું આયોજન કર્યુ સમસ્ત ગુજરાતના રબારી સમાજના લોકોએ આ યજ્ઞનો લાભ લીધો એના બીજા વર્ષે દ્વારકામાં વિષ્ણું યજ્ઞનું આયોજન કર્યુ અને દ્વારકામાં જય રણછોડ ધર્મશાળા ત્રણ માળનું નિર્માણ કર્યું, તે પછી ઉત્તર ભારત બાજુ બનારસ, કાશી, હરીદ્વારમાં રબારી સમાજની ધર્મશાળા નું આયોજન કરેલું આ ત્રણે જગ્યાએ કુંભમેળામાં રબારી સમાજને જવા માટે પ્રોત્સાહન આપ્યું.
૧૯૭૦માં પાટણ જીલ્લાનાં સોડવ ગામે વિષ્ણું યજ્ઞનું આયોજન કરેલું ગુજરાતના દેવ મંદિરોના સંતો મહંતો અને રબારી સમાજનું સન્માન કરેલુ. કરજીસણ ગામે ગોગા મહારાજનું શીલા રોપણ પરમ પૂજ્ય રામજી ભગતબાપાની હાજરીમાં થયેલુ.
રબારી સમાજ કૃષ્ણમઈ સમાજ છે કૃષ્ણનું બીજુ નામ એટલે રણછોડ આવાજ રણછોડરાયના મોટા ધામ ડાકોરમાં વર્ષો પહેલા યાત્રા વેરો લેવામાં આવતો ભગત બાપાના મનમાં આ યાત્રા વેરો બંધ કરાવાનો વિચાર આવ્યો ભગત બાપા ભણેલા ન હતા પરંતુ ગણેલા હતા. તેમને રબારી સમાજના અમુક ભણેલા ગણેલા આગેવાનોની સલાહ લીધી અને તેમને જણાવ્યુ કે કોઈ પણ હિસાબે આ યાત્રા વેરો બંધ કરાવવો છે ત્યારે માધવસિંહ સોલંકી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા ભણેલા ગણેલા આગેવાનો ડાકોર નગર પાલિકા ના હોદ્દેદારોને મળ્યા અને યાત્રા વેરો બંધ કરવાનું સુચન કર્યુ પરંતુ યાત્રાવેરો તે નગરપાલિકા ની આવક હતી કોઈ પોતાની આવક બંધ કરવાનું વિચારે ના ત્યારે ભગત બાપા અને આપણાં આગેવાનો મુખ્યમંત્રી સાહેબને મળ્યા અને મુખ્યમંત્રી સાહેબને જણાવ્યુ કે ડાકોરના પ્રવેશ દ્વાર પર અમે ભવ્ય દરવાજા બનાવી આપીએ ત્યારે મુખ્યમંત્રી સાહેબે દરવાજા બનાવી આપવાની શરતે તે સમયે માલધારી સમાજનો યાત્રાવેરો બંધ કરેલો ભગતે મહેનત કરી અને સમાજ પાસેથી ધન લઈ અને ડાકોર મુકામે દરવાજા બનાવી આપી માલધારી સમાજનો યાત્રા વેરો બંધ કરાવેલો તે પછી પણ લડત ચાલુ રાખી અને બીજા સમાજનો પણ વેરો બંધ કરાવ્યો અને તેમની લડત અને રણછોડજીની મહેરબાનીથી સમસ્ત ગુજરાતમાં યાત્રા વેરો બંધ કરાવી દિધો.
રામજી ભગત બાપાએ સમાજના કલ્યાણ સારૂ બહુ કામો કર્યા. ડાકોરમાં દરવાજાનું કામ પૂર્ણ થયા પછી ભગત બાપાને વિચાર આવ્યો યાત્રાવેરો તો બંધ કરાવ્યો પરંતુ દર્શન કરવા આવનાર મારા માલધારી સમાજનાં લોકો ઉતરસે ક્યાં, ત્યારે ભગત બાપાએ ત્યાં એક મકાન રાખ્યુ અને ત્યાં જય રણછોડ ધર્મશાળા નામ આપ્યું મકાન જુનું હતુ અને જગ્યા થોડી વિશાળ હતી એટલે ભગત બાપાએ રબારી સમાજ પાસેથી દાન ઉઘરાવી અને ભવ્ય ધર્મશાળાનું આયોજન કર્યું ધર્મશાળા તૈયાર થઈ ગયા પછી રબારી સમાજ અને માલધારી સમાજની ડાકોર ધામમાં એટલો મહીમાં થઈ ગયો કે પૂછોના વાત ત્યારે ભગત બાપાએ દર પૂનમે ડાકોર ધર્મશાળામાં પાકુ ભોજન આપવાનું ચાલુ કર્યુ અને દરેક પૂનમે આવતાં યાત્રીકને પ્રસાદ લઈને જ જવા દેતા ભગત બાપા ગમે ત્યાં હોય પરંતુ ચૌદસ અને પૂનમ ડાકોર આવી જતા અને સમાજની સેવા કરતા.
ભગત બાપાએ ચુવાળ પરગણામાં રૂદાતલ અને ગમનપૂરા પાસે ઓઢવ ગામ છે ત્યાં પાટીદાર સમાજના લોકો રહે છે ત્યાં ઐતિહાસિક અને બહુ પૂરાનું પાંડવો વખતનું શંકર ભગવાનનું મંદિર આવેલું છે મંદિર હતુ, પણ ખંડેર થઈ ગયેલુ ગામથી થોડું દૂર હતુ તેથી સાર સંભાળ ન લેવાયેલી ફરતા ભગત બાપા ઓઢવ સવારે ત્રણ વાગે આવ્યા શ્રાવણ મહીનો ભગત બાપાએ મંદિરની બાજુમાં આવેલા તળાવમાં સ્નાન કર્યુ સવારના ચાર વાગે ભગતે મંદિર નિહાળ્યુ. ભગતને એમ કે લાવ મંદિર છે દર્શન કરૂ ભગત મંદિરમાં દર્શન કરવા ગયા દર્શન કરી અને મંદિરમાં જ પોતાનો પૂજા થેલો ખોલી અને પૂજા કરવા બેસી ગયા ભગત બાપા પૂજામાં લીન હતા અને એમને કંઈક ચમત્કારીક ભાસ થયો ભગતે પૂજા પતાવી અને દાડો ઉગ્યો એટલે બાજુમાં ઓઢવ ગામમાં પટેલો ના વાસમાં ગયા અને ઓઢવ ગામના આગેવાનો ને બોલાવી અને ભગત બાપાએ વાત કરી ભાઈ તમારી બાજુમાં શંકરનું મંદિર છે ત્યાં કેમ કોઈ જતું નથી. ત્યારે એક બે આગેવાનોએ જણાવ્યુ કે ભગત બાપા કામકાજ માંથી નવરા થતા નથી ત્યાં જવાતું નથી અને મંદિરતો વર્ષોથી ખંડેર પડેલું છે ત્યારે ભગત બાપાએ જણાવ્યું કે ભાઈઓ મંદિર ખંડેર ભલે રહ્યુ પરંતુ ભગવાન શંકર ત્યાં હાજર છે અને સવારની ઘટના તેમને આગેવાનોને જણાવી ત્યારે ગામના પાટીદાર સમાજના લોકોએ કહ્યુ બાપા તમે આજ્ઞા કરો તે પછી ભગત બાપા અને પાટીદાર સમાજનાં લોકોએ અને માલધારી સમાજના લોકોએ ભેગામળી વિષ્ણું યજ્ઞનું અને ભાગવત સપ્તાહનું આયોજન કરેલું ભગતબાપાએ સાત દિવસ સપ્તાહ વંચાવેલી અને સાતે સાત દિવસ દર્શન કરવા આવનાર દર્શનાર્થીને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાવેલી તે પછી દર વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવારનો મેળો ઓઢવ મુકામે ભરાય છે અને શ્રાવણ માસનો અમાસનો મેળો પણ ભરાય છે.
ભગતબાપાએ સમાજ ના ઉધ્ધાર માટે જેટલું કર્યુ છે એટલું કદાચ અત્યાર સુધીમાં રબારી સમાજમાં કોઈ વિરલો પેદા નથી થયો કે કંઈ કરી શકે, ભાઈ તમારી પાસે રૂપિયા હોય અને દાન કરવુ કે સમાજની સેવા કરવી બહુ સહેલી વાત છે કારણ રૂપિયા હોય ત્યાં બધુ થાય પરંતુ રામજીભગત બાપાએ તો સમાજને ભક્તીના રસ્તે લાવવા સમાજને આપણા રૂઢિચૂસ્ત રીવાજા માંથી છોડાવા લોકોની ગાળો ખાધી છે લોકો પાસે ફાળો ઉઘરાવવા જાય ત્યારે આપણો નાસમજુ સમાજ ના કહેવાના વેણ કે, પરંતુ ભગત બાપા જલારામનો અવતાર સમાજની ગાળો ખાઈને પણ સમાજના સુધારા માટે અથાગ પ્રયાસો ચાલુ રાખ્યા ભગત બાપાની એક ટેક હતી કે જે ઘરમાં દિકરીના સગપણ કરવા ના રૂપિયા લેતા ત્યાં ભગત બાપા પાણી પણ ના પીતા અને એ ઘર નો દાન ફાળો પણ ના લેતા.
સૌ પ્રથમ આ લેખ લખાય છે તેના ૫૦ વર્ષ પહેલા રામજી ભગત બાપાએ સવંત ૨૦૧૦ માગસર સુદ છઠના રોજ કોલાદ તા.કડી જી.મહેસાણા મુકામે ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ છે, ભાગવત સપ્તાહમાં ચુવાળ ખાખરીયા બાવીસી દંઢાય પરગણાના રબારી સમાજને આમંત્રણ આપ્યુ છે ભાઈઓ આજે આપણા શુભ પ્રસંગમાં ખાલી ચાર કલાક આપણા સગાને સાચવી શક્તા નથી અને ૫૦ વર્ષ પહેલા જ્યારે કોઈ જાતની સગવડો ન હતી ત્યારે ભગત બાપાએ ચાર પરગણામાં આમંત્રણ ફેરવી અને તેમને ખાવા પીવા ઉઠવા બેસવા ઉંઘવાની વ્યવસ્થા કરી છે ચારે પરગણાના દરેક ગામના આગેવાનો કોલાદ ગામે હાજર છે ત્યારે આ આગેવાનો અને ભગત બાપાએ મળી સૌથી પહેલુ રબારી સમાજનું બંધારણ કરેલુ.
ભગત બાપાની ઉંમર ૬૫ થી ૬૮ વર્ષની થવા આવી છે ફરતા ફરતા ભગત બાપા વડવાળા મંદિર દુધરેજ મુકામે પહોંચે છે, ત્યાં ભગત બાપા આવ્યા છે એવું જાણી મહંત કલ્યાણદાસ બાપૂ તેમનું સ્વાગત કરે છે ભગત બાપા સ્નાન વીધી પતાવી સાંજના સમયે કલ્યાણદાસ બાપૂ પાસે બેઠા છે ત્યાં કલ્યાણદાસ બાપૂ ભગતબાપાને વિનંતી કરે છે કે ભગત બાપા આપની ઉંમર થવા આવી હવે આપ દુધરેજ મુકામે રહીને પ્રભુ ભજન કરો અને અમોને સારા કાર્યો માટે માર્ગદર્શન આપો ત્યારે ભગત બાપા એટલું બોલે છે કલ્યાણદાસ બાપૂ ડાકોર અને દ્વારકામાં ધર્મશાળા ખોલી છે ત્યાં મારે જવું પડશે પણ આપ ચિંતા ના કરશો મારૂ મૃત્યુ ફાગણ મહીના ની પુનમના દિવસે કાંતો ડાકોર કાંતો દ્વારકામાં થશે અને કલ્યાણદાસ બાપૂને કહેલું કે જ્યાં દેહ પડે ત્યાં મારો અÂગ્ન સંસ્કાર કરાવજા મને સમાધિ ના અપાવતા કારણ કે મેં સંસાર માંડેલો છે. પ્રભુને મંજુર ન હતું તે વાત અલગ છે પણ સંસારીને અÂગ્ન સંસ્કાર જ હોય. આટલો વાર્તાલાપ ભગત બાપા અને કલ્યાણદાસને થાય છે. બીજા દિવસે ભગત બાપા દુધરેજથી વિદાય લે છે એક વર્ષ બે વર્ષ તેમ કરતાં કરતાં ૧૯૯૧ ની સાલમાં ફાગણ મહીનાની પૂનમ આવવાની છે ભગત બાપા ડાકોર ધર્મશાળામાં પગપાળા આવતા પદયાત્રીની જમણવારની તૈયારીમાં પડ્યા છે ભગત બાપા કોઈ દિવસ રસોઈમાં કચાસ ના રાખતા ચોખ્ખુ ઘી જ વાપરતા ફાગણ મહીના ની પૂનમના આગળના દિવસે ચૌદસ ની સાંજે માનવ મેરામણ ધર્મશાળામાં જામ્યો છે. સાંજે છ વાગે ભગત બાપા હરીહરનો સાદ પડાવી દે છે, સર્વે યાત્રિકો જમવા જાય છે ધર્મશાળામાં માણસ સમાતું નથી રાત્રે નવ વાગે ભજન ચાલુ થાય છે આખી રાત ભગત બાપા ભજનમાં બેસે છે સવારે ચાર વાગે ગોમતીજીમાં સ્નાન કરવા જાય છે ગોમતીજીમાં સ્નાન કરી રણછોડજીના દર્શન કરી ભગત બાપા પોણા પાંચે ધર્મશાળામાં પાછા આવે છે. પાંચ વાગે ધર્મશાળામાં તેમના પૂજારૂમની અંદર પૂજા કરવા બેસે છે એક કલાક દોઢ કલાક ભગત બાપા રૂમ માંથી બહાર આવતા નથી આ બાજુ ભક્તોની ભીડ ભગત બાપાના દર્શન કરવા જમા થઈ ગઈ છે ત્યાં ભક્તો વિચાર કરે છે કે ભગત બાપા કેમ પૂજા પૂરી કરતા નથી એક ભક્ત ભગત બાપાના રૂમનો દરવાજા ખોલી અંદર જાય છે ભગત બાપા પલાઠી વાળી સમાધી અવસ્થામાં હાથમાં માળા અને બેઠા છે ભક્ત જઈને તેમના પગને સ્પર્શ કરે છે ત્યાં ભગત બાપાની ડોક નમી જાય છે ભક્તને ખબર પડી જાય છે કે શ્રી રામજી ભગત બાપા આપણને છોડીને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયાં છે.
ભક્ત આંખમાં આસું સાથે બહાર આવી માનવ મેરામણને વાત કરે છે કે ભગત બાપા સ્વર્ગ સીધાવ્યા છે બધાંજ યાત્રીકો શોક માં ગરકાવ થઈ જાય છે ભગત બાપાને સમાધી અવસ્થામાં જ રૂમ બહાર લાવવામાં આવે છે અને બહાર પડારીમાં બેસાડવામાં આવે છે દરેક યાત્રીકો ભગત બાપાના દર્શન કરે છે અને આપણા દરેક મંદિરને ફોનથી જાણ કરવામાં આવે છે દરેક મંદિરના સંતો મહંતો અને રબારી સમાજના દરેક પરગણાના આગેવાનો ભગતબાપાનું મરણ સાભંળી ડાકોરમાં આવી જાય છે ત્યાં કલ્યાણદાસ બાપૂ ટેટોડાથી, શીલદાસબાપૂ સાણંદથી, મહંતશ્રી શેરથાના, મહંતશ્રી વાળીનાથ થી શ્રીબળદેવગીરી બધા મળી અને કલ્યાણદાસ બાપૂને ભગત બાપાને થયેલી વાત કલ્યાણદાસ બાપૂ સર્વેને
આભાર - નિહારીકા રવિયા  સંભળાવે છે અને વિનંતી કરે છે કે ડાકોર ગોમતીજીના કિનારે ભગત બાપાને અÂગ્ન સંસ્કાર આપો પરંતુ આપણા રૂઢીચુસ્ત સમાજના આગેવાનો આપણા સંતોની વાત ના માન્યા અને ઓઢવ રબારી કોલોનીમાં યાત્રા કાઢવી છે તેવું કહી ભગત બાપાના પાર્થીવ દેહને ડાકોરથી મેટાડોર દ્વારા ઓઢવ લાવવા માટે નીકળ્યા ત્યાં વચ્ચે અકસ્માત થતાં બે રબારી સમાજના છોકરા મૃત્યુ પામ્યા, ઓઢવ રબારી કોલોનીમાં શોકનું વાતાવરણ થઈ ગયું પછી ભગત બાપાના પાર્થિવ દેહને પાછા ડાકોર લઈ ગયા અને ત્યાં અÂગ્ન સંસ્કાર આપ્યો લોકવાયકા મુજબ જે બે યુવાનો ના મૃત્યુ થયા તે બંન્ને રામજી ભગત બાપાની સેવા બહુ કરતાં અને ઓઢવમાં ભગત બાપા આવે એટલે તેમની સાથે જ રહેતા. આજે પણ ડાકોર ધર્મશાળામાં પૂનમનું રસોડું ચાલુ રાખ્યું છે.
કોલાદ ગામના યુવાનો અને વડીલો આજે પણ ભગતબાપાનું નામ લેતા ગૌરવ અનુભવે છે કે આવી પુણ્યાત્માએ તેમના ગામની ધરતી પર અવતાર લીધો. કોલાદમાં ભગત બાપા યુવક મંડળ ગામના યુવાનો ચલાવે છે સાથે ક્રેડીટ સોસાયટી પણ ચાલે છે. જેમાં જરૂરીયાત પ્રમાણે આર્થિક મદદ પણ મળતી રહે. ભગતબાપાના વિચારો અને આદર્શોને આજે કોલાદની યુવા અને વડીલ બંને પેઢીઓએ અપનાવ્યા છે. ડાકોર ખાતે ભગતબાપાની પુણ્યÂતથી નિમિત્તે યોજાતા કાર્યક્રમમાં પણ કોલાદનું યુવક મંડળ હાજર રહીને આવતાં દર્શનાર્થીર્ઓની ખડે પગે રહી સેવા કરે છે. આ સેવાકાર્યને પ્રભુધામમાં બેઠા-બેઠાં ભગતબાપા ચોક્કસ જાઈ રહ્યા છે અને તેમના આશિર્વાદ કોલાદ ગામ તેમજ સમસ્ત સમાજને મળતા રહે છે. સમાજના આવા મહાન આત્માની જીવન કથા વિહોતર વોઈસ થકી સમાજ સમક્ષ મુકવાનો અવસર આપ્યો એ બદલ કાળુભાઈ(કોલાદ), કનુભાઈ(કોલાદ) તેમજ સમસ્ત ભગતબાપા પરિવારનો ખુબ ખુબ આભાર...
જય રણછોડરાય....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ