પોલીસ ખાતામાં 17 હજારની ભરતીની જાહેરાત,


ગુજરાત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી અને જેલ સિપાઈની કુલ 17,532 જગ્યા માટે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે. આજે વડોદરામાં લોક રક્ષક ભરતી
બોર્ડના ચેરમેન જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દળમાં હથિયારી/બિન હથિયારી, કોન્સ્ટેબલ, લોક રક્ષક પુરુષ, મહિલા, એસ.આર.પી કોન્સ્ટેબલ, જેલ સિપાઈની કુલ 17,532 જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓન લાઈન અરજીઓ મંગાવાની જાહેરાત ટૂંક સમયમાં કરાશે.
આ ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવાશે, જેમાં 100 માર્કનું પ્રશ્ન પત્ર રહેશે. બાદમાં પાસ થનારને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે. ફિઝિકલ ટેસ્ટનાં 25 માર્ક્સ અપાશે. આ વખતે ભરતી ઓન લાઈન સાથે ઓફ લાઈન પણ કરી સકાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ