શ્રી બળદેવગીરી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન


 
  •   થોડા સમયથી રબારી સમાજની બહેનો પણ રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લઇ રહી છે.

 આપણે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે રોજના એક મેસેજ તો આવે જ છે કે સમાજના વ્યક્તિને આ જગ્યાએ કે આ હોસ્પિટલમાં બ્લડની જરૂર છે. આવા મેસેજ થકી સમાજના ઉત્સાહી અને સેવાભાવી યુવાનો તાત્કાલિક પહોંચીને રક્તદાન કરી તાકીદે આવેલી આ જરૂરિયાતને પુરી કરતા હોય છે. પરંતુ જો સમયાંતરે રક્તદાન શિબિરના આયોજન દ્વારા બ્લડ એકત્ર કરવામાં આવે તો આવા જરૂરિયાતના સમયે એ કામ લાગી શકે છે. આપણા રબારી સમાજમાં આવા રક્તદાન શિબિરો યોજાતી રહે છે અને થોડા સમયથી રબારી સમાજની બહેનો પણ એમાં ઉત્સાહભેર ભાગ લઇ રહી છે. જે ખુબ આનંદની વાત છે. પરંતુ હજુ પણ ઘણી જાગૃતિની જરૂર છે અને આ જાગૃતિ રક્તદાન શિબિરોના આયોજન અને તેમાં રક્તદાન થકી જ આવી શકે એમ છે. આવું જ એક આયોજન મહેસાણા ખાતે થઇ રહ્યું છે.

રબારી સમાજની આસ્થાના પ્રતીક એવા વાળીનાથ અખાડા, તરભના પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંતશ્રી ૧૦૦૮ બળદેવગીરી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તા.૨૫-૧૨-૨૦૨૧ના રોજ આવી રહી છે. તે નિમિત્તે ગોપાલક કેરિયર એકેડમી, સુવિધા એજ્યુકેશન ટ્રસ્ટ, ગોપાલક બ્લડ ડોનેશન કમિટી તથા મહેસાણા રબારી સમાજના સંયુક્ત ઉપક્રમે તેમજ  દ્વારા  પરમ પૂજ્ય મહંતશ્રી જયરામગીરીબાપુની પ્રેરણાથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આ રક્તદાન શિબિર ગોપાલક વિદ્યા સંકુલ, હેડુવા ખાતે યોજાશે, જેમાં ભાગ લઇ રક્તદાન કરવા અને પૂજ્ય બળદેવગીરીબાપુના પરોપકારના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવાનું અને તેનો લાભ સમાજને મળે તેવું આયોજન પૂજ્ય મહંતશ્રી જયરામગીરીબાપુ તેમજ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. જેથી જે લોકો ભાગ લેવા માંગતા હોય તેમને વિનંતિ કે આ શિબિર માં જઈને રક્તદાન કરે અને કરાવે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ