દ્વારકેશ ગૌપાલક કન્યા છાત્રાલય. પાટણ



પાટણ સમસ્ત રબારી સમાજનું પાટનગર છે અને ત્યાં કન્યા ફેળવણીનું નહિવંત કામ થતું હતુ.
કન્યા ફેળવણીનું કામ થાય તે માટે શ્રી બાબુભાઈ જે દેસાઈ મક્તુપુર અને આદરણીય માલજીભાઈ દેસાઈના વિચાર અને પ્રયત્નોથી પાટણ ખાતે શ્રી દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા દ્વારકેશ ગૌપાલક કન્યા છાત્રાલય સરૂ થયુ અને શ્રી બાબુભાઈ એ જમવાની રહેવાની તમામ જવાબદારી સ્વીકારી ૨૦૧૦ થી ચાલીસ (૪૦) બાળાઓથી છાત્રાલય શરૂ થયુ ચાલુ સાલે ૧૬૦ જેટલી દિકરીઓ છાત્રાલયમાં છે છાત્રાલયનું બીજુ મકાન ૨ કરોડના ખર્ચે ફુલ ફર્નિચર સાથે બિલકુલ સુવિધાયુક્ત મકાન છે આ મકાન બહેનો ના એડમીશન ના ઘસારાને જાતા નાનુ પડે છે તદ્દઉપરાંત શ્રી બાબુભાઈની ઈચ્છા છે કે દિકરીઓને મેદાન સહિત મોટુ મકાન મળે જેથી જેટલી જરૂરીયાત હોય તેટલી બધી બહેનોને આપણે એડમીશન આપી શકીએ.
છાત્રાલયમાં ધોરણ-૯ થી માસ્ટર સુધીની બહેનો રહે છે. આ બહેનો બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગોમાંથી આવે છે. બહેનો વધારે ટેકનીકલ અને સાયન્સ લાઈન તરફ વળે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
અત્યાર સુધીમાં ૫૦૦ દિકરીઓએ આ સંસ્થાનો લાભ લીધો છે છેલ્લુ પરિણામ ધોરણ-૧૨ સાયન્સ ૧૦૦%, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ ૯૬% જેમાં પ્રથમ નંબરે લાંછીબેન કચ્છ સાયન્સમાં પ્રથમ સામાન્ય પ્રવાહમાં, ભારતીબેન નાયતવાડા તા.રાધનપુર ૮૧% નિમામાં પ્રથમ, રૂમિકા સાંમઢી ૭૯% હેતલ કાતરવા તા.લાખણી ૭૬%, ધોરણ-૧૦ નું ૭૨% પરિણામ છે કાજલબેન માણેકપુરા તા.ડીસા ૭૩% અને પાયલબેન દેસાઈ પાલડી ડીસા ૭૨%, અભ્યાસ ઉપરાંત દિકરીઓના વ્યક્તિગત વિકાસ માટે સંગીત. રમતગમતમાં ધ્યાન આપવામાં આવે છે ગરબા જેવી પ્રવૃત્તિઓમાં પાટણ જિલ્લામાં અને રાજ્યમાં અને દેશમાં સંસ્થાએ પ્રતિનિધિત્વ કર્યું છે.
સરકારના ૧૫ મી ઓગષ્ટ નવરાત્રી મહોત્સવ, પ્રવાસ ભારતીય દિવસ જેવા ઉત્સવો માં સંસ્થાએ પોતાનું પ્રદર્શન કર્યું છે. લોકગીત, લોકનૃત્ય, નાટક, અને ભજન જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં બહેનોએ રાજ્યકક્ષા સુધી હરીફાઈ કરી છે. પ્રાર્થના સફાઈ જેવા મુળભુત મૂલ્યોને સાચવવામાં પ્રયત્ન થાય છે. મોબાઈલ અને સ્કીન ટચ કપડાંનો પ્રતિબંધ છે. મુવમેન્ટ રજીસ્ટર રજાચિઠ્ઠી સાચવવામાં આવે છે. બહેનો ચિંતન શિબિરો જાહેર પ્રવચનો અને સામાજીક સમારંભમાં હાજર રહે છે.
રાષ્ટ્રીય કક્ષા સુધી રમતગમતમાં બહેનોએ ઈનામો મેળવ્યા છે લાયબ્રેરી, સંગીતના સાધનો અને બાબુભાઈના પ્રયત્નોથી દસ કમ્પ્યુટરની ભેટ થી સંસ્થા સઝ છે.
આશરે ૫૦ જેટલી બહેનો ધોરણ-૧૨ માં ડીસ્ટ્રીકશન સાથે પાસ થઈ છે અને કોલેજમાં ૫૦ જેટલી બહેનો ફર્સ્ટ કલાસ સાથે પાસ થઈ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં અભ્યાસ કરવા માટે અંદાજે ૨૦૦ જેટલી બહેનો સોર્ટ પ્રિયડ માટે અહીં આવે છે. જેનો જમવાનો રહેવાનો ચાર્જ નથી. જેમાં ઘણી બધી બહેનો વ્યવસાયે લાગી છે.
સંસ્થાની મુલાકાતે સમાજના પ્રતિષ્ઠીત નાગરીકો વિચારકો, અન્ય સમાજના કેળવણીકારોએ સંસ્થાની મુલાકાત લીધી છે. ૧૬૦ પૈકી ૭૫ બહેનોને ભોજન ગ્રાન્ટ મળે છે. બાકીનો તમામ ખર્ચ શ્રી બાબુભાઈ જે. દેસાઈ પોતાના ટ્રસ્ટમાંથી કરે છે. ઉત્તમ પ્રકારનું જમવાનું વોટર પ્યોરીફાઈ મશીન વગેરેની છાત્રાલયમાં સુવીધા છે.
શ્રી બાબુભાઈ દેસાઈ મકતુપુર અને તેમના ધર્મ પત્ની બાળાઓની મુલાકાત લઈ વ્યક્તિગત ઓળખાણ કેળવવા પ્રયત્ન કરે છે અને વ્યક્તિગત કાળજી લે છે.
શ્રી બાબુભાઇ દ્વારા ભાઈઓ માટે પણ એક વિશાલ સંકુલ બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે... સમાજ ના આવા દાનવીર રત્ન શ્રી બાબુભાઇ ને વિહોતર વોઇસ ના લાખ લાખ વંદન....
(માહિતી સ્ત્રોત શ્રી મગનભાઈ રબારી-કહોડા)
www.vihotarvoice.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ