રબારી સમાજે શિક્ષણ સાથે આધુનિકતા અપનાવી છે : મુખ્યમંત્રી

વઢવાણ  હાઈવે ઉપર આવેલ લેઉવા પટેલ બોડીંગની બાજુમાં સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સપ્તમ સમૂહ લગ્નોત્સવ રવિવારે મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપ પ્રમુખ, અને દૂધરેજ વડવાળા જગ્યાના મહંત કનીરામબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
મુખ્યમંત્રીએ પ્રભુતામાં ડગલા માંડનાર ૧૦૧ દિકરીઓને આશીર્વાદ આપી માલધારી-રબારી સમાજને આધુનીકતા સાથે કદમ મીલાવવા બદલ સમાજની પીઠ થાબડી હતી. સભા સ્થળે કોઈ લોકોને મુશ્કેલી ન પડે તે માટે બે મોટી સ્ક્રીનો લગાવી લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે માલધારી સમાજની ધાર્મિક જગ્યાઓના સંતો-મહંતોએ ઉપÂસ્થત રહીને આશીવર્ચન પાઠવ્યા હતા.
મુળચંદ હાઈવે ઉપર આવેલ લેઉઆ પટેલ બોડીંગની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં રબારી સમાજના સપ્તમ સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયા હતો. જેમાં ઝાલાવાડ રબારી સમાજના ૧૪૨ ગામડાઓમાંથી ૧૦૧ નવદંપતીઓના સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયા હતા. રબારી સમાજના યોજાયેલ સમૂહ લગ્નમાં દૂધરેજ વડવાળા જગ્યાના મહંત કનીરામબાપુનું આગમન થતાં અમદાવાદ જગન્નાથ મંદિરના હાથીની અંબાડી ઉપર સવારી કરતા યુષ્પ વર્ષા સાથે સભા સ્થળે આવતા વાલી વિહોતર નાત હરખઘેલી બની હતી. આ પ્રસંગે કનીરામબાપુએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ બંધી કરવા બદલ સી.એમ.નો આભાર વ્યક્ત કર્યો હતો.
www.vihotarvoice.ml

















રબારી સમાજ ભામાશા એવા બાબુભાઇનું  સન્માન કરવામાં આવ્યું 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ