એક એવું મંદિર જ્યાં રબારી વિના કોઈ નથી જઈ શકતું....



રાજસ્થાનમાં શિરોહી નજીક પર્વતના પશ્ચિમ ઢાળ પર પ્રખ્યાત હૂર શારણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
આ મંદિર એક કિલ્લા મંદિર છે. આ મંદિર પરમાર વંશના શાસનમાં ૧૬મી સદીમાં બંધાવવામાં આવેલું છે. આ મંદિર દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે મેળો ભરાય છે અને તે દિવસે ફક્ત રબારીઓ જ તેના પરંપરાગત પોશાકમાં જ મેળામાં જઈ શકે છે. કલેક્ટર અથવા મુખ્યમંત્રીએ પણ જા તે દિવસે મેળામાં જવુ હોય તો તેઓએ પણ પરંપરાગત રબારીઓનો પોશાક પહેરવો પડે છે. જા તેમ ન કરે તો તેઓ પણ મેળામાં જઈ શકતા નથી. પૌરાણીક મહત્વ ધરાવતો રબારીઓનો આ મેળો ખરેખર જીવનમાં એકવાર જાવા લાયક છે.
જા આ મંદિરના ઈતિહાસ તરફ નજર કરવામાં આવે તો તે કંઈક આ પ્રમાણે છે. ગુજરાતના રાજા  સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલા રૂદ્રમાલ મંદિરને તોડીને તેમાં સ્થાપિત શિવલીંગને ગાયના ચામડામાં લપેટીને બાદશાહ મોહમ્મદ બેગડો દિલ્હી લઈ જઈ રહ્યો હતો અને ત્યારે રસ્તામાં શિરોહી રાજ્ય આવ્યું. શિરોહીના રાજાએ પડોશી રાજ્યો પાસે મદદ માંગી પરંતુ મદદ ન કરતા તેને  રબારીઓની એક સેના બનાવી.
આ રબારીઓએ ખુબ જ ખુમારીથી લડીને બાદશાહ પાસેથી શિવલીંગને લઈ લીધુ અને ત્યા જ સ્થાપિત કરી દીધુ. ત્યારે શિરોહીના રાજાએ ખુશ થઈને રબારીઓને જે જાઈએ તે માંગવા કહ્યું. ત્યારે રબારીઓએ જે દિવસે શિવલીંગની સ્થાપના થઈ તે દિવસનો અધિકાર માંગ્યો અને ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસથી દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે આ મંદિર પર ફક્ત રબારીઓનો જ અધિકાર લાગે છે. રબારી સમાજ ની બહાદુરી અને વીરતા નું ઉત્તમ ઉદાહરણ અને પ્રમાણ છે આ મંદિર, વિહોતર વોઇસ વંદન કરે છે આવા વીર લડવૈયાઓને...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ