વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર : મયુર કરમટા(વ્યક્તિ વિશેષ)


મૂળ માંગરોળના રહેવાસી અને હાલ જુનાગઢ રહેતા મયુર ભુપતભાઈ કરમટા આમ તો સામાન્ય મધ્યમ વર્ગી પરિવારમાંથી આવે છે.
તેમના પિતા ભુપતભાઈ કરમટા વીજ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મયુરે માલધારીના ઘરે જન્મ લીધો છે એટલે સ્વાભાવિક છે અને એ પણ જુનાગઢમાં જ્યાં પ્રકૃતિના ખોળે રહી મોટા થયા અને સ્કુલ સમયથી જ મયુરને ખાસ પશુ-પક્ષીઓ પ્રત્યે અનોખો લગાવ હતો. મયુર કહે છે કે નાનપણથી જ ફોટોગ્રાફીનો બહુ શોખ પણ એ વખતે આ શોખ વધુ આગળ ના વધી શક્યો. અને ભણવામાં અને આગળ કારર્કિદી બનાવવામાં ધ્યાન પરોવ્યું. ધોરણ-૧ર પછી આઈ.ટી.આઈ. કર્યું. આ દરમિયાન તેમના પિતાની બદલી ક્રમશઃ પોરબંદર, ગોંડલ, જામખંભાળીયા વગેરે થતી રહી અને તે સમયાંતરે પિતાની સાથે સ્થળાંતર કરતા રહ્યા. હાલ જુનાગઢમા રહે છે અને મયુરને અભ્યાસ બાદ ફરી ફોટોગ્રાફીનો વિચાર આવ્યો અને હાલના સમયમાં ફોટોગ્રાફી એક ઉત્તમ વ્યવસાય તરીકે પણ ઉભર્યો છે. અને પ્રકૃતિના ખોળે મોટા થયેલા મયુરે વાઈલ્ડ લાઈફ અને બર્ડ ફોટોગ્રાફી શરૂ કરી. મયુર પાસે હાલ તેમના દ્વારા પાડવામાં આવેલા ફોટોનું એક અદ્‌ભુત કલેક્શન છે જે જાઈને કોઈપણ તેમની ફોટોગ્રાફીને દાદ આપ્યા વિના રહી શકતું નથી. અને આ દરમિયાન અનેક જગ્યાએ મયુર દ્વારા લેવાયેલ ફોટોગ્રાફ પ્રદર્શિત થયા અને ઈનામ પણ મેળવ્યા છે.
હાલમાં જ ગુજરાતમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે ઈનોવેટીવ કાઉન્સીલ ઓફ ઈÂન્ડયન ટુરીઝમ દ્વારા વાઈબ્રન્ટ વાઈલ્ડ લાઈફ ફોટો કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦૦૦થી વધુ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. જેમાં ૬પ૦૦થી વધુ ફોટોમાંથી ૪૦૦ ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા હતા, જેનું પ્રદર્શન સાયન્સ સીટી, અમદાવાદ ખાતે યોજાયું હતુ. આ કોન્ટેસ્ટ વિશે માહિતી મળતા મયુરે પણ તેમાં ભાગ લેવાનું નક્કી કર્યુ. તેમના દ્વારા ખેંચવામાં આવેલા ફોટો મોકલ્યા હતા. અને આપણા સૌ માટે ગૌરવની વાત છે કે કુલ ર૦૦૦ ફોટોગ્રાફર અને ૬પ૦૦ ફોટોમાંથી સર્વશ્રેષ્ઠ ફોટો અને સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર તરીકે મયુર કરમટાએ પ્રથમ સ્થાન મેળવ્યુ અને સમાજનું નામ રોશન કર્યુ.

મયુર દ્વારા લેવાયેલા બે સર્પોનો ફોટો આ સ્પર્ધામાં સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અને પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહ્યા. એ ફોટો વિશે જણાવતા મયુર કહે છે કે આ સર્પ જે ઝાડ પર જ જાવા મળતા હોય છે અને તેમને ઝડપના જાદુગર પણ કહે છે. કેમ કે તે આંખના પલકારામાં ગાયબ થઈ જતા હોય છે. આ સર્પનો ફોટો મયુરે માત્ર ૧-ર ફુટના અંતરેથી લીધો અને એ પણ એેક નહિ સર્પની જાડી(કપલ)નો એ જ કારણ છે કે આ ફોટો સર્વશ્રેષ્ઠ સાબિત થયો.
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે મોટભાગનો સમય પ્રાણીઓ અને પંખીઓ વચ્ચે ગુજરાનાર મયુર કહે છે કે તેમનો જીવન મંત્ર છે “જીવો અને જીવવા દો”. મયુર કરમટાએ આપણાં સમાજને ગૌરવાંતિત કર્યો છે. અને તેઓ સતત આ રીતે અનેક પ્રતિયોગિતાઓ જીતતા રહે અને પ્રગતિ કરતા રહે એવી રબારી સમાજ વતી વિહોતર વોઈસ તરફથી શુભકામનાઓ...





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ