તોફાન વચ્ચે ફસાયેલા પોલીસ કર્મીઓને હેમખેમ બહાર લાવનાર રબારી મહિલા અધિકારી : નીતાબેન રબારી


Dy. SP નીતાબેન રબારી સાથે એક મુલાકાત જેમાં તેમને પોલીસ વિભાગ ની નોકરી માં તેમના અનુભવો જણાવ્યા...
   
 આપણા રબારી સમાજમાં મહિલાઓનું એજ્યુકેશન ઓછું એટલે પહેલેથી એવુ હતુ કે એવુ કંઈ બનવું કે જેથી સમાજની અન્ય યુવતીઓને પ્રેરણા મળે. અલગ આઈકોન બનવાની ઝંખનાને કારણે એક્ઝામ આપી અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાડાયાં.તેઓ પોતાની કામગીરી અંગે જણાવે છે કે, મને આટલા ટૂંકાગાળામાં તમામ પ્રકારના અનુભવ મળ્યા છે. એસ.ટી.એસ.સી. સેલમાં ખૂબ જ ચીવટતાપૂર્વક કામ કરવુ પડે છે. અનુસુચિત જાતિ જનજાતિમાં એટ્રોસીટી એક્ટ નોંધાય એની તપાસ કરવાની રહે છે.
   જા કે સૌથી પડકારરૂપ કામ આ વર્ષે પાટીદાર આંદોલનમાં કરવાનું આવ્યું. સરદાર સ્મૃતિ હોલની અંદર પાંચ પોલીસ કર્મચારીઓ પુરાયેલા હતા. બહાર ૭૦૦ થી ૮૦૦ ટોળું હતું. અને અમારે એમને બચાવવા જવાનું હતું. મારી પાસે ૨ પી.આઈ સહિત માત્ર ૩૦ જ વ્યક્તિ હતા. કામ અધરું હતુ કારણ કે ટોળાને ખસેડવું  કઈ રીતે ? અમે એક આગળ જાળીવાળી બસમાં થોડા માણસો બેસાડ્યા, વચમાં મારી અને ૨ પી.આઈ ની ગાડી અને છેલ્લે જાળી વગરની ગાડી. મેં આગળની ગાડીના ડ્રાઈવરને સૂચના આપી કે ગાડી એવી સ્પીડમાં દોડાવજે કે ગાડીને જાઈને લોકોને એમ લાગે કે એ અમારી ઉપર ધસી આવશે અને ટોળું ખસી જાય.... થોડા ટીયરસેલ છોડવા જેથી વળવા માટે જગ્યા પણ મળે. ડ્રાઈવરે કમાલ કરી ટોળું ભાગી ગયું. અમે ફોન પર સૂચના આપી કે તમે તરત જ બહાર આવી જાઓ અમે ગાડીમાંથી ઊતરીને ટીયરસેલ છોડ્યા અને પેલા પોલીસ જવાનો ગાડીમાં બેસી ગયા. પાંચ મિનિટમાં અમે તેમને લઈને નીકળી ગયા.
 તમને આટલાં મોટા ટોળાને જાઈને ટેન્શન ન થયું ?
થોડું ટેન્શન થયું પણ એક વાત નક્કી હતી કે એ લોકોને હું મરતાં જાવા નહોતી ઈચ્છતી, બહુ તો બહુ ઈજા થશે પણ સામે પાંચ માણસ બચી જશે. આમેય અમારી જ્ઞાતી બાહોશ એટલે બીક ન લાગે. આ કામ માટે અસ્થાના સરે પણ મને અભિનંદન આપ્યા હતાં.
આ સિવાય બીજી નોંધપાત્ર કામગીરી ?
    અમદાવાદમાં એ.સી.પી તરીકે ઈન્ટેલિજન્સી અને કોમ્યુનલ સેલમાં હતી. એમાં તહેવારો વખતે કોઈ પ્રોબ્લેમ ન થાય એ જાવાનું હોય છે. ગયે વર્ષે રથયાત્રાનો બંદોબસ્ત મેં કર્યો હતો.જે કોમ્યુનલ સૌથી મોટો બંદોબસ્ત ગણાય છે.
ફેમિલી સાથે કામનું બેલેન્સ કઈ રીતે રાખો છો ?
   આ પ્રશ્રના જવાબમાં નીતા દેસાઈ જણાવે છે કે મારો એક દિકરો પતિ સાથે અમદાવાદ રહે છે. અને બીજા મારી સાથે. આ ફિલ્ડમાં ફેમિલી સાથે સમાધાન કરવું પડશે એની બધાંને  ખબર હતી તેથી મગજમાં નથી લેતી. મારા પિયરીયાં અને સાસરિયાં અમદાવાદ જ છે એટલે બધું સચવાઈ જાય છે. હા, તહેવારો કે પ્રસંગોમાં દીકરા સાથે ન રહી શકાય એનો થોડો અફસોસ થાય.....
શિક્ષણનું ક્ષેત્ર છોડીને આ ક્ષેત્રમાં આવવાનો અફસોસ થાય છે ખરો ?
    ના, જરા ય નહીં. મને તો અહીં બહુ મજા આવે છે.હા, કામ વધારે રહે છે પણ ગમે છે.અમારા સમાજમાં છોકરીઓનું શિક્ષણ ઓછું હતું તેથી, એમને પ્રેરણા મળે એ માટે મેં એક્ઝામ આપી હતી.
સ્ત્રી હોવાને કારણે ભેદભાવ સર્જાય એવું લાગે છે ખરું ?
    ના, જેન્ડર બાયસ અહીં નથી, કોઈકવાર પહેલી દ્રષ્ટિએ અંડરએસ્ટીમેટ કરે કે તેઓ આ કામ કરી શકશે ? પરંતુ પછી કામ જાઈને સ્વીકારે છે.
આ સ્ત્રીઓ માટે શું સંદેશ આપશો ?
   સ્ત્રીઓ માટે કોઈ કામ અધરું નથી એ પોતે કાળજી રાખે તો મુશ્કેલી નથી આવતી.


(સાભાર : સન્નારી ) નોંધ : આ ઇન્ટરવ્યૂ એપ્રિલ -2016માં લેવાયો હતો.


   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ