મહિલા દિન વિશેષ : રબારી સમાજનું ગૌરવ ડો. રાજુલબેન દેસાઈ


મહીલાઓનું સશક્તકરણ સારા વાંચન , સારા વિચારો , સારા સંસ્કારો અને પરિવારના સહકારથી થતું હોય છે. હિમંતનગર ખાતે પિતા લલ્લુભાઈ જક્શીભાઈ દેસાઈ (એડવોકેટ) અને માતા બબુબેન ના પરિવારમાં જન્મેલા ર્ડા. રાજુલબેન દેસાઈ પરીવારના અતિશય સહકાર અને પીઠબળ થી પી.એચ.ડી. થયેલ છે.
બી.એ. વિથ સાયકોલોજી એલ.એલ.બી.  એલ.એલ.એમ.ઈન ક્રીમીનોલોજી કરીને રાજુલબેને લો વુમન ડેવલોપમેન્ટ એન્ડ જેન્ડર ઈન ઈક્વાલિટી વિષયમાં ખૂબ જાણીતા અને અભ્યાસુ એવા પ્રોફેસર અશ્વિનભાઈ કારીયા ના માર્ગદર્શન હેઠળ ૨૦૧૧ માં પી.એચ.ડી કરી ર્ડાક્ટોરેટ ની પદવી પ્રાપ્ત કરી ૦૯/૧૨/૨૦૦૧ ના રોજ ડીસાના વિપુલભાઈ આલ સાથે લગ્ન ગ્રંથી જાડાયા પછી પણ શ્વસુર પક્ષનો સંપૂર્ણ સહકાર મળતાં તેમણે વાંચન, લેખન, શિક્ષણ, સંગીત, વકતૃત્વ , આધ્યાÂત્મક જ્ઞાનને લગતાં પોતાના શોખના વિષયોમાં પ્રગતિ ચાલુ રાખી. www.vihtoarvoice.com
        તેમના પિતા લલ્લુભાઈ હિંમતનગરના પ્રખ્યાત એડવોકેટ હતા, સાથે સાથે ખૂબ સારા સમાજસેવક હતા. ૧૯૮૦-૯૦ ના દાયકામાં તેમની સમાજસેવાની કદર કરીને હિંમતનગરના એક માર્ગને લલ્લુભાઈ દેસાઈ માર્ગ નામ આપવામાં આવેલ છે. ૪૨ વર્ષની નાની ઉંમરે ૧૯૯૧ માં સોમનાથ દર્શને ગયેલ ત્યારે લલ્લુભાઈનું હ્‌દયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. પ્રાથમિક , માધ્યમિક , અને કોલેજ નું શિક્ષણ હિંમતનગર ખાતે જ પૂર્ણ કરનાર રાજુલબેને ૮ વર્ષ પાલનપુર લો કોલેજમાં પ્રોફેસર તરીકે સર્વિસ કરી અને જી.પી.એસ.સી. વર્ગ-૨ માં ઉર્તીણ થતાં અમદાવાદ ગર્વમેન્ટ લો કોલેજમાં આઠ મહીના ફરજ બજાવી  ચુક્યા છે અને હાલ પાલનપુર લો કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે કાર્યરત છે. તેમના સસરા ફતાભાઈ લક્ષ્મણભાઈ આલનું સમગ્ર પરિવાર પણ ઉચ્ચ શૈક્ષણિક કારક્દિી ધરાવતું ખૂબ જ સંસ્કારી  અને ધાર્મિક પરિવાર છે.

         પ્રો.રાજુલબેનની સગી બહેનો જયાબેન, વિજયાબેન અને વર્ષાબેન પણ ગ્રેજ્યુએટ છે. તો તેમના ભાઈ પણ હિંમતનગર માં એડવોકેટ છે, તેમજ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ૨૧ વર્ષથી સૌથી નાની  ઉંમરના કોર્પોરેટર હતા. અને અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકાના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. રાજુલબેનની નણંદો જશંવતીબેન,  અવનીબેન, પન્નાબેન અને રેખાબેન એ ચારેય પણ ખૂબ જ શિક્ષિત, સંસ્કારી અને ગ્રેજ્યુએટ છે. તેમના જેઠ અમૃતભાઈ આલ ગ્રેજ્યુએટ છે. અને ડીસા માર્કેટયાર્ડના સિક્યુરીટી ઓફિસર છે તો તેમના પતિ વિપુલભાઈ પણ ગે્રજ્યુએટ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ ‘ધી’ ડીસા સ્પોર્ટસ એકેડમી ના સંચાલક છે. ફતાભાઈ આલનું પરિવાર મૂળ કુશ્કલનું રહેવાસી છે. રાજુલબેન દેસાઈએ ૧. માહિતી અધિકારનો કાયદો અને તેનું વિશ્લેષણ ૨. માહિલા તરફી આંતરરાષ્ટ્રીય  સમજુતીઓ અને ભારતમાં અમલ ૩. ઉલટ તપાસ ૪. આર્ટ ઓફ એડવોકેસી જેવાં પુસ્તકો લખ્યા છે.www.vihtoarvoice.com
     અને હાલ ઉંઝા ખાતે તેમનું એકવીસમી સદીમાં બદલાતો જતો મહિલાઓનો દરજ્જા પુસ્તક તૈયાર થઈ રહેલ છે.


     ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં કારોબારી સભ્ય એવા રાજુલબેનને પાટણ જીલ્લાના પ્રભારી બનાવવામાં આવેલ છે. પાલનપુર કોલેજમાં ગીરીષભાઈ મોદીની શિસ્ત પાલનની વૃતિ અને પ્રતિભાખોજ શÂક્તથી તેઓ ખૂબ જ પ્રભાવિત છે. પ્રો. રાજુલબેનનો સમાજની રીતે ડંઢાઈ ગોળ કહેવાય અને વિપુલભાઈનો દેશી ગોળ કહેવાય પરંતુ વનરાજભાઈ રોઝિયા અને જાગૃતિબેન રોઝિયાના પ્રયત્નોથી પ્રો.રાજુલબેન અને વિપુલભાઈ આલના લગ્ન થયા. અને એક સમજુ, શિક્ષિત, સંસ્કારી, વૈચારીક રીત્‌ ઉદાર, ધાર્મિક અને સમાજસેવી નવયુગલ માલધારી સમાજને પ્રાપ્ત થયું. તેમના બન્ને બાળકો ધવલ અને ખ્વાહીશને પણ નાનપણથી જ નીડરતાં, ધાર્મિકતા, રાષ્ટ્રિયતા અને સેવાના સંસ્કારોથી સુશોભિત કરતાં રાજુલબેન અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી અને દીવાદાંડી રૂપ જીવન જીવી રહેલ છે. તેમના જીવનનું મહત્વનું વાક્ય છે, ‘ કોઈપણ  કોઈપણ ક્ષેત્રમાં વિકાસ કરે તોપણ તેનું ચારિત્ર્ય અનમોલ છે અને તે સચવાય તો તે પ્રગતિ કરી શકે છે ...


તેમના પિયર પક્ષની અટક કાળોતરા છે અને પૂજ્ય ગોગા મહારાજમાં તેઓ ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. રબારી માલધારી સમાજમાં ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ સંસ્કારો,ઉચ્ચ વિચારો અને ઉચ્ચ કારકિર્દી સાથે માનભેર અને સ્વમાન ભેર
 જીવતા પ્રો. રાજુલબેન દેસાઈને વિહોતર  વોઈસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ગરબા રમવાનો અન્નય શોખ ધરાવતાં રાજુલબેન તરભના પરમ આદરણીય સંત બળદેવગીરીજી મહારાજમાં ખૂબ શ્રધ્ધા ધરાવે છે. સોમનાથ અને દ્વારકા તેમને ગમતાં પ્રવિત્ર તીર્થધામો છે. માલધારી સમાજના જાણીતા યુવા અગ્રણી ખૂબ સારા સમાજસેવક એવા બળદેવભાઈ રાયકા સાથે ચર્ચા થયા બાદ જાણીતા લેખક કનુભાઈ આર્ચાયની સાથે પ્રો. રાજુલબેનને તેમના નિવાસ સ્થાને મળવાનું થયુ ત્યારે કુદરત પરમાત્મા અને દૈવીશÂક્ત ઉપરની શ્રધ્ધા અને કર્મશÂક્ત પરનો તેમનો વિશ્વાસ ખૂબ જ મજબુત જાવા મળ્યો. ફ્રેન્ચ લેખિકા સીમોન ડી બ્રુવાનું વાક્ય ‘ એ વુમન ઈઝ નોટ બોર્ન બટ મેઈડ'  આ વાક્ય રાજુલબેન ને બહુ ગમે છે. મજબુત દિકરીઓને તૈયાર કરો, સંસ્કારી દિકરીઓને તૈયાર કરો તો જ મજબુત રાષ્ટ્રનું નિર્માણ થાય તેવું તેઓ માને છે. બનાસકાંઠા જીલ્લામાં તક મળે અને મોકળાશ મળે તો તેઓ જીલ્લાનું પછાતપણાનું કલંક દુ કરવાની નેમ ધરાવે છે. તેમજ બહેનો માટે રોજગારીની ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય અને બહેના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરે તે માટે પણ તેઓ સતત પ્રયત્નશિલ છે. અનેક શિબિરો, સેમીનારો, લોકઅદાલત, શાળા, કોલેજ, પોલીસ, પરિવાર, વન વિભાગમાં તેમના પ્રવચનો થઈ ચુકેલ છે. નેશનલ અને ઈન્ટરનેશનલ સેમીનારોમાં  ભાગ લઈને જીવનનું ભાયું ભેગું કરનાર અનેક મહિલાઓ માટે માર્ગદર્શક એવાં રાજુલબેનને વિહોતર વોઈસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ....


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ