ગીરના "નેસ" માં વસતા માલધારીઓ મહેમાનોને પણ રાત રોકી નથી સકતા...


ગાંડી ગર (ગીર)માં વસવાટ કરતા માલધારીઓની જીવનશૈલી અદભુત છે, 21માં સદીનાં લોકોને આ જીવનશૈલી 18મી સદી જેવી લાગે છે. જંગલમાં સાદા ખોરાક અને સાદુ જીવન છતાં પણ મોજથી રહેલા માધલારીઓ જંગલનું ખરેખર જતન કરી રહ્યા છે. નેસડામાં જ જન્મે છે અને સંપુર્ણ જીવન જંગલ મધ્યે નેસડામાં જ પુર્ણ કરી દે છે. જયાં જન્મ છે ત્યાં સ્મશાન પણ ત્યાં જ હોય છે.


આ અંગે રાજાભાઇ તાપરીયાએ કહ્યુ હતું કે અમારે ત્યાં સ્મશાન નથી, કોઇ મૃત્યુ પામે ત્યારે અહીં નદીનાં કિનારે અગ્નિદાહ આપીએ છીએ. તેમજ રાજાભાઇએ રોચક વાત કહી હતી કે માત્ર લાકડાની આડસ છે આ આડસમાં પશુ રહે છે પરંતુ આજસુધી કયારેક આ ઝોકમાં આવી કયારેય સિંહે મારણ કર્યુ નથી,
મારા પર માતાજીની કૃપા છે. જોકે અન્ય માલધારીએ જણાવ્યુ હતું કે લગ્ન માટે પણ વન વિભાગની મંજુરી લેવી પડે છે. વન વિભાગમાં એક કંકોત્રી તેમજ કેટલા વાહન અને કેટલા લોકો આવશે તેની પહેલેથી જાણ કરવી પડે છે. બાદ લગ્ન થાય છે જો કે લગ્ન પણ આજુબાજુની નેસમાં જ થાય છે.
મુખ્ય ખોરાક રોટલો અને કઢી, મહેમાન આવે ત્યારે નવુ શાક બને: જંગલમાં નેસડા હોવાનાં કારણે વારંવાર બહાર શાકભાજી લેવા જવાતુ નથી તેમજ અહીં વન વિભાગ ખેતી કરવા દેતુ નથી. પરિણામે માલધારીઓનો મુખ્ય વ્યવસાય રોટલા, કઢી, દુધ, દહીં છે. તેમજ ઘરમાં બટેટા અને કઠોળ રાખે છે. મહેમાન આવે ત્યારે લીલા શાકભાજીનું ભોજન કરવામાં આવે છે.
જન્મ મરણનો દાખલો વન વિભાગ આપે

નેસડાઓ કોઇ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા છે પરિણામે ગ્રા.પં.ને લગતી તમામ કામગીરી વન વિભાગ કરે છે. નેસડામાં વ્યકિત જન્મે ત્યારે અને મૃત્યુ પામે ત્યારે વન વિભાગ પાસેથી દાખલો લેવામાં આવે છે.
મહેમાનો રાત રોકાઇ શકતા નથી: જંગલમાં રાત રોકાવાની વન વિભાગ પરમીશન આપતુ નથી. જે લોકો પાસે કાયમી પાસ છે તે લોકો વસવાટ કરી શકે છે. પરંતુ નેસડામાં કોઇ બહાર ગામની મહેમાન આવે તો તે રાતવાસો કરી શકતા નથી. વન વિભાગ તેમને રાત રોકાવા દેતુ નથી. 
Source : Divyabhaskar.com 

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. ગીરના માલધારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ગીરના માલધારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે.

      કાઢી નાખો