માલધારી દિવસના પ્રણેતા "મારગ" અને "લાલજીભાઈ દેસાઈ"

26 નવેમ્બરના દિવસે માલધારી દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ પણ આની શરૂઆત વિષે જાણવું જરૂરી બની જાય છે. અમે વિહોતર વોઇસ ના માધ્યમ થી આપની સમક્ષ લાવ્યા છીએ માલધારી દિવસ ની શરૂઆત વિશેની માહિતી......

વર્ષ 2010 દરમિયાન આપણા  સમાજનાં સંવેદનશીલ આગેવાન શ્રી લાલજીભાઈ દેસાઈ એ મેરા/ બહૂચરાજી મુકામે  સૌ પ્રથમ "વિશ્વ માલધારી મહિલા સંમેલન " નું આયોજન કર્યુ હતું.  જેમાં દુનિયાના 32 દેશોની 110  માલધારી મહિલાઓને આપણા દેશમાં/  ગુજરાતમાં માલધારીયત ને ટકાવવા અંગે ચર્ચા કરવા એકઠી કરવા મા આવી. આ કાર્ય શાળાનાં અંતિમ દિવસે એટલે કે 26નવેમ્બરે  (2010)  અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે એકઠા થયેલા દેશ-વિદેશથી  આવેલા માલધારીઓની ઉપસ્થિતિ અને સંમતિ થી આ દિવસને "વિશ્વ માલધારી દિવસ " તરીકે ઉજવવાનું નક્કી કર્યું.


લાલજીભાઈ વિષે વાત કરીયે તો તેઓ અને તેમના ધર્મ પત્ની નીતાબેન એ મારગ સંસ્થાના સ્થાપક છે, મારગ સંસ્થા માલધારી સમુદાય માટે અને વારસો થી કાર્ય કરી રહી છે અને પછાત વિસ્તારના માલધારી ઓ માટે ઉત્તમ કાર્ય કરી રહી છે.
Laljibhai & Nitaben

મારગ દ્વારા સમયાંતરે માલધારી સંસદ નું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં માલધારી સમુદાય ના પ્રશ્નો અને તેમને પડતી તકલીફો વિષે વાત કરી તેનો ઉકેલ લાવવાના પ્રયત્નો થતા હોય છે. ગુજરાત ના માલધારી સમાજ ના પ્રશ્નોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવનાર એકમાત્ર મારગ સંસ્થા જ છે. મારગ સંસ્થા દ્વારા માલધારી હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી છે. જેમાં માલધારી સમાજ ના લોકો તેમના પ્રશ્નો આ હેલ્પલાઇન પર ફોન કરી પૂછી શકે છે. અને મારગ ની આ માલધારી હેલ્પલાઇન તેનો ઉકેલ આપે છે, મારગ ની અનેક કામગીરી ની વિગતો છે જે ક્યારેક ફરી વિહોતર વોઇસ ના માધ્યમ થી અમે આપ સૌ સમક્ષ મૂકી છું. પરંતુ હાલ જયારે માલધારી દિવસ ની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એની શરૂઆત વિષે જાણવું જરૂરી બની જાય છે અને આ ઉત્તમ શરૂઆત બદલ મારગ સંસ્થા અને લાલજીભાઈ નો આભાર માનીએ એટલો ઓછો છે...www.vihotarvoice.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ