વરુણ ધવન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મનો લોગો આ રબારી મહિલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો...

યશરાજ ફિલ્મ્સની વરુણ ધવન અને અનુષ્કા શર્માની આગામી "સુઈ ધાગા-મેડ ઈન ઇન્ડિયા" ફિલ્મના ટાઇટલનો લોગો હેન્ડલુમ ડે ના દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો.
હાલ માં ફિલ્મોના લોગો કોમ્પ્યુટર ગ્રાફિક્સ ના માધ્યમ થી બનાવવામાં આવતા હોય છે. પરંતુ આ ફિલ્મ માટે લોગો બનવાનું કામ સોંપવામાં આવ્યું દેશના વિવિધ ભાગોમાં વસતા હસ્તકલાના વારસાને જાળવતા અલગ અલગ લોકો ને.

ફિલ્મની ટીમે ભારત બહારની હસ્તકળાઓમાંથી 9 જેટલી હસ્તકળાઓ માં આ લોગો બનવાનું કામ તેમાં માહેર એવા 9 અલગ રાજ્યોના લોકોને સોંપવામાં આવ્યું જેમાં એક હતી રબારી ભરતકળા.



જી હા, રબારી ભરતકળા થી દેશ વિદેશ માં નામ રોશન કરનાર પાબીબેન રબારી દ્વારા આ ફિલ્મ માટે લોગો બનાવામાં આવ્યો છે, રબારી ભરતકળાને નવા મુકામે લઇ જનાર પાબીબેનનો આભાર માણીયે એટલો ઓછો છે. રબારી સમાજને ગૌરવ અપાવનાર પાબીબેનને વિહોતર વોઇસ તરફથી ખુબ ખુબ અભિનંદન...







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ