અંબાજી ખાતે નવમી માલધારી સંસદ યોજાશે


છેલ્લા ઘણા વર્ષોથી માલધારી વિકાસ સંગઠન દ્વારા માલધારીયતને જાળવવા અને ૧૪ પરગણાના માલધારીઓ એક જ મંચ ઉપર મળી પોતાના પ્રશ્નો મૂકી શકે તેમજ પર્શ્નોના ઉકેલ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.
સમગ્ર ગુજરાતના માલધારીઓ અહીં આવી પોતાની સમસ્યાઓ સમાજ સમક્ષ મૂકે છે, અને સમાજના ધર્મગુરુઓ ,સમાજના રાજકરણીઓ અને સમાજના આગેવાનો સાથે મળી ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ વર્ષે માલધારી સંસદ શક્તિના ધામ અંબાજી ખાતે આવેલી રબારી સમાજની ધર્મશાળા ખાતે રાખવામાં આવી છે. આ માલધારી સંસદનું આયોજન માલધારી વિકાસ સંગઠન-બનાસકાંઠા તેમજ માલધારી વિકાસ સંગઠન-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર માલધારીઓને મોટી સંખ્યામાં હાજર રહેવા માલધારી વિકાસ સંગઠન દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે...

ગત વર્ષે દેવ ભૂમિ દ્વારકાના ખંભાળીયા  ખાતે યોજાયેલ માલધારી સંસદ ની ઝલક....



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ