અમેરિકાની ધરતી પર રબારી સમાજનું પ્રથમ સ્નેહમિલન...


પોતાના વતનથી હજારો કિલોમીટર દુર અમેરિકામાં વસતા રબારી સમાજના ભાઈ-બહેનો એકબીજાથી પરિચિત થાય, બંધુત્વની ભાવના જળવાઈ રહે તેવા શુભ આશય સાથે અમેરિકાના શિકાગો ખાતે રબારી સમાજનું સ્નેહમિલન યોજાવા ૧૧ નવેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. જેમાં અમેરિકા સહિત કેનેડામાં વસતા રબારી સમાજના ભાઈ-બહેનો ભાગ લે છે.
આ આયોજનના તમામ ખર્ચના દાતાશ્રી દેસાઈ રાજુભાઈ વિહાભાઈ(પારસા) તથા દેસાઈ અજયભાઈ લાલજીભાઈ(આખજ) છે. તથા આયોજન દેસાઈ ભરતભાઈ મગનભાઈ(મણુંદ) તથા દેસાઈ રાજુભાઈ વિહાભાઈ(પારસા) દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન દેસાઈ દિલીપ રામજીભાઈ(બોકરવાડા) કરી રહ્યા છે.
સમગ્ર આયોજક ટીમને વિહોતર વોઈસ તરફથી ખુબ ખુબ અભિનંદન...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ