રબારી સમાજ દ્વારા સમાજના યુવક-યુવતીઓ માટે રેક્ટ નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે. રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ એ રબારી સમાજની શૈક્ષણિક સંસ્થા છે. આજે સમાજની દીકરીઓ માટે 6500 ચોરસ વારની જમીન પર છાત્રાલય બનાવવા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને રબારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
રેક્ટના 5 હજારથી વધુ યુવાએ સરકારી નોકરી મેળવી
રેક્ટ સંસ્થામાં રબારી સમાજના અભ્યાસ કરીને સમાજના 5000થી વધુ યુવક યુવતીઓએ સરકારી નોકરી મેળવી છે. વૈષ્ણવ દેવી સર્કલ પાસે રબારી સમાજની કન્યાઓ માટે છાત્રાલય બનાવવામાં આવશે. જે માત્ર આજે રેક્ટ સંસ્થા દ્વારા ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રબારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભૂમિપૂજન ઉપરાંત સમાજના યુવા-યુવતીઓ માટે shadi.comની જેમ એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. રબારી shadi.com જેનું સીએમ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું..
સરકારે રબારી સમાજ માટે વિકાસ કામ કર્યા
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રબારી સમાજ માટે સરકારે પણ વિકાસમાં કામ કર્યા છે. રબારી સમાજ માટે સૌથી મહત્વની ગાય માતા જેમનામાં કરોડો દેવી-દેવતા વસે છે. તેવા ગાયોનું કતલ કરતા કસાઈઓ પર હવે સરકાર દયા નહીં રાખે અને તે માટે કાયદો બનાવ્યો છે. રબારી સમાજ અભ્યાસ ક્ષેત્રે પણ આગળ વધે તે માટે સમાજને બનતી તમામ મદદ સરકાર કરશે. ગૃહમંત્રી તરીકે રબારી સમાજની પડખે હું પણ ઉભો રહીશ.
ગાયની કતલ કરનારની દયા નહીં ખવાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રબારી સમાજ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તો સરકાર તરફથી સહાય કરીને રાહત દરે જમીન આપવામાં આવી છે, જેમાં કન્યાઓ માટે છાત્રાલય બનશે. સમાજના દીકરા-દીકરીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર તમામ મદદ કરશે. અન્ય સરકારની જેમ કારણ વગર લોકોને રોકવામાં નહીં આવે. આ જાડી ચામડીની સરકાર નથી, પ્રજાની સરકાર છે, જનતાની સરકાર છે, જનતાના સપના સુખ: દુઃખ, આશા, અપેક્ષા પૂરી કરવા વાળી સરકાર છે. ગાયની કતલ કરનારની દયા નહીં ખવાય, પક્ષીઓની રક્ષા માટે 5 વર્ષથી પ્રયત્ન ચાલી છે. 2 વર્ષ અગાઉ કચ્છ અને બનાસકાંઠામાં દુષ્કાળ પડ્યો ત્યારે એક પણ ગાયને હિજરત નહોતી કરવા દીધી તેમને પૂરતો ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. હિન્દી છોકરીઓની ભગાડી જનાર માટે સરકાર કામ કરી રહી છે.
![]() |
સાભાર : દિવ્યભાસ્કર
0 ટિપ્પણીઓ