![]() |
પૂજ્ય શ્રી મેઘુમા(ભોપીમા) |
ભોપીમાએ કહ્યું કે "ભલે મારું મસ્તક લઈ લેજો પણ જીવતી છું ત્યાં સુધી બલિ, દારૂ નહીં ચડાવવા દવું."
વિહત માતાના સેવક પૂજ્ય શ્રી મેઘુમાનો (ભોપીમા) જન્મ ભાભર તાલુકાના વજાપુર નવા ગામે થયો હતો. તેઓની મૂળ શાખ દૈયા તેમના પિતાનું નામ લીલાભાઈ વશાભાઈ દૈયા. તેઓ સિકોતર માતાના સેવક હતા. ભોપીમાના માતૃશ્રીનું નામ ડોશીમા જેઓ સિસોદરાના પરમાર શાખના હતા. એટલે ભોપીમાનુ મોસાળ સીસોદરા પરમારોમાં થાય.
ભોપીમાનો જન્મ ઇ.સ 1943માં થયો હતો મેઘુ માનો જન્મ સ્થળ ખૂબ જ ભક્તિમય છે. તે જગ્યાએ સિકોતરમાના સેવક રાજા બાપા પાસેથી ભોપીમા વિશે અને તે જન્મભૂમિ વિશે ઘણી બધી વાતો કરી જે અહીં રજુ કરી છે.
ભોપીમાના દાદી જયશ્રી જેમ માં સતીદેવી તરીકે પૂજાય છે તેઓ મૂળ ચુવાના વતની અને ભુંગોર શાખના હતા જેમાં માનુ મોસાળ સિકોતર ધામ વાવ સિકોતર માતાના સેવક બ્રહ્મલીન પૂજ્ય ભગવાન બાપાએ બહુ મોટા સેવક હતા તેથી સંપૂર્ણ જવાબદારી સમાજમાં ધર્મ સેવા લોકસેવા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવાની બહુ મોટી જવાબદારી વર્તમાનમાં તેમના દીકરા ભુવાજી શ્રી ઠાકરશીભાઈને સોંપીને ગયા છે તેથી જેમાં માતાનુ મોસાળ ભુવાજી ઠાકરશીભાઈ ને ત્યાં થાય. તેઓ વાવના ભોગરા શાખના છે. વાવની સિકોતર બહુ સતવાળી દેવી છે. વજાપુર બહારવટિયાઓનું ગામ કહેવાતું હતું. તેથી જેમા માને ઘણી બધી મુશ્કેલીઓ પડતી. વજાપુર ગામમાં જય શ્રી જેમાં માની ભક્તિથી સિકોતર મા પ્રસન્ન થયા અને વજાપુર ધામમાં નીલાબાપાના પરિવારમાં સિકોતર માનો વાસ થયો. આજે પણ ઘણા બધા ભક્તો આવીને સિકોતર માની આરાધના અને સેવા કરે છે.
પૂજ્ય ભોપીમાને જન્મથી ભક્તિમય વાતાવરણ મળ્યું તે સમયે પણ મેઘુમા એક બે ચોપડી ભણેલાં, માલધારીઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન તેથી બાર તેર વર્ષની ઉંમરે માલધારીની દીકરીઓ ગાયો ભેંસો ચરાવવા જતી ત્યાંથી દેવી ભક્તિમાં રસ લાગ્યો અને ભાઈબહેન ભેગા ભક્તિમય બન્યા પૂજ્ય વિહાબાપા પણ ખૂબ જ મોટા સિકોતર માતાના સેવક હતા તેમની પાસે પણ સિકોતર માતા હાજરા હાજૂર હતી. તેઓ વગડે ગાયો ભેંસો ચરાવવા જતા. ત્યાં માતાજીએ અનેક વખત હાજરી આપી હતી.
ભોપીમાના લગ્ન લાલપુર માં પૂજ્ય જગસી બાપાના પૌત્ર વિહાભાઈ હેમરાજભાઈ સાથે થયા. પૂજ્ય જગશી બાપા ખુબ જ મોટા લોકસેવા અને સમાજસેવક હતા તેથી તેમણે પણ તેમના પૌત્ર વિહાના લગ્ન વજાપુરમાં એટલા માટે કર્યા કે કોઈ દેવી શક્તિ સ્ત્રી અવતાર મારા ઘરે આવે તેથી મારી પેઢીનુ પુણ્ય વધે અને તેજ વધે એટલે પૂજ્ય જગશીબાપાએ ભક્તિમય આધ્યાત્મિક શક્તિ વાળો પરિવારમાં તેમના પૌત્ર વિહાભાઈ હેમરાજભાઈ સાથે સંબંધ કર્યો. પૂજ્ય જગશી બાપાની ભવિષ્યવાણી પણ પચાસ વર્ષે સાચી ઠરી.
લાલપુર પાસે ભૈરવ દાદાનું સ્થાન જેને કાળભૈરવ તરીકે પૂજવામાં આવે છે તે જગ્યાએ ભૈરવદાદાના પ્રસાદમાં જુદા જુદા પ્રકારના ભોગ ધરવામાં આવે છે. આ વિસ્તારમાં 100 વર્ષ પહેલા સમાજમાં જુદા જુદા વ્યવસાય અને અનાજનો અભાવે તે સમયે દુષ્કાળ પડવાથી લોકોએ ધાર્મિક માન્યતાઓમાં માંસાહાર બલી પ્રથા મેલી વિદ્યા અંધશ્રદ્ધા મદિરાપાનને સ્થાન આપીને લોકો તેનો પ્રસાદ ગણ ગણીને ખોરાકમાં ઉપયોગ કરતા અને તેમનું ગુજરાન ચલાવતા અને અનાજના અભાવે આવા નુસખા કરીને તેમનું જીવન ટકાવી રાખ્યું.
લાલપુરમાં ધીમે ધીમે સમય બદલાતો ગયો પૂજ્ય જગશીબાપાને સ્વર્ગવાસ પછી નવા યુગની એટલે ભોપીમાને યુગ શરૂ થયો પરિસ્થિતિને અનુકૂળ થઈ અને વારસામાં મળેલી ભક્તિમય આધ્યાત્મિક શક્તિને સાથે રાખી લોકોનું જીવનધોરણ ઊંચું આવતું ગયું તેના લીધે ભોપીમાના સંચાલનથી જ દેવી-દેવતાઓને વિનંતીથી કહ્યું મે મારી જન્મભૂમિમાં ક્યારે જીવ ઉપર હિંસા કરી નથી. મારા પિતા શ્રી નીળાબાપા અને મારો મોટોભાઈ વિહાબાપાએ પણ આવા ભોગ ધરાવવાની ના પાડી છે. તેથી દેવી-દેવતાઓને મનાવા તથા કોલમાં બાંધો તો દેવી શક્તિ ઊભી રહે છે. ભોપીમાંએ કહ્યું હું મારી નજર સામે હિંસાને સ્થાન નહી આપુ તેથી બલી પ્રથા નો ધરાહાર મેઘુમાએ વિરોધ કર્યો. તે જ દિવસથી પૂજ્ય જગશી બાપાના પરિવારે ભૈરવ દાદાની જગ્યા પર બકરાની બલીપ્રથા અને દારૂબંધી કરી.
પરંતુ, તેને સ્થાને દશેરાના દિવસે ભૈરવ દાદાને લોટનું ચુરમુ, પાકા તેલની સીસી, કાળો ચંદરવો, એક શ્રીફળ અગરબત્તીનો ભોગ ભૈરવ બાપાને ધરવો જે જૂનો કર બંધ કર્યો એના વતી પંખીડાઓને ચણ આપવાનું એટલે પુનવરો કરો આપવાનું નક્કી કર્યું. ગામમાં અમુક વ્યક્તિઓએ જે માંસાહારને સ્થાન આપતા હતા. તેમણે આનો તે સમયે સખત વિરોધ કર્યો તે આજના સુખી સંપત્તિના યુગમાં પણ તે બલિપ્રથા અને દારૂનો ભોગ ધરતાં લોકો મને જોવા મળે છે.
દારૂબંધી અને બલિપ્રથા બંધ થતાં સમગ્ર પંથકમાં દારૂનું પ્રમાણ ઘટયું અને દારૂ પીનારા નવા નિશાળિયાઓ નામશેષ થયા લાલપુરના રબારી નેહડા ને આપેલી મેઘુમાએ મોટી અમૂલ્ય ભેટ તો આ જ છે આજના ઘણા બધા યુવાન ભાઈઓ કહે છે અમારા ભાઈઓમાં એક પણ દારૂનો બંધાણી નથી તે મેંઘુમા(ભોપીમા)ની દેન છે.
આમ, મેઘમા એ રૂઢિચુસ્ત માન્યતા ઓ બદીઓ માંથી નવી યુવાપેઢીને જાગૃત કરી અને એક સમાજ સુધારણા યુગની લાલપુરમાં શરૂઆત કરી હતી આ બધું વિહત માના અને સિકોતર માના પ્રતાપે મેઘુ માને વિહત માતાની સાચી માળા કરી તેમના સેવક બની આ બલિપ્રથા હિંસક પ્રવૃત્તિને અહિંસક પ્રસાદમાં સ્થાન આપી કેટલાય પશુઓના જીવ બચાવ્યા છે.ભોપીમા એ કહ્યું કે "ભલે મારું મસ્તક લઈ લેજો પણ જીવતી છું ત્યાં સુધી બલિ, દારૂ નહીં ચડાવવા દવું."
લાલપુર ગામમાં પણ બલી પ્રથા નાબૂદી કરવા મેઘુમાએ સૌપ્રથમ હાકલ કરી હતી પૂજ્ય ભોપીમાં બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી સમગ્ર પંથકમાં ખૂબ જ દુઃખ થયું સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્રે મેઘુમાએ આપેલું યોગદાન સદાય યાદ રાખવામાં આવશે. માત્ર 30 વર્ષની નાની વયેજ મેઘુમાં વિધવા થયા હતા ત્યારબાદ આજીવન તેમણે વિહત માતાની ઉપાસના કરી.બનાસકાંઠાના ઘણા બધા સંતોએ જેવા કે પૂજ્ય સુરજુદાસ બાપુ ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ ઢીમા ધર્મશાળા અને શ્રી રામનારાયણદાસજી બાપુ ગુરુ શ્રી અભયરામદાસજી મહારાજ એ કહ્યું છે સમાજસેવા ધાર્મિક ક્ષેત્રે સેવા કરવી હોય તો મેઘુબેન પાસેથી શીખવું જોઈએ
.
ભોપીમાએ જે દિવસ અંગે ભવિષ્યવાણી કરેલી એ જ દિવસે દેહત્યાગ કર્યો અને અનંતની વાટ પકડી. વિક્રમ સંવત 2077 વૈશાખ સુદ બીજ તારીખ 13/05/2021 અને સવારે સવા સાતે "દૈવી શક્તિના સ્વર્ગમાં સામૈયા થયા" અંતે ભોપીમાં એ સામાજિક સુધારણા શિક્ષણ જાગૃતિ ધર્મ સેવા માટેની સંપૂર્ણ જવાબદારી તેમના મોટા પુત્ર શીવાભાઈના શીરે મૂકીને ગયા છે.
"ધન્ય ધરતી લાલપુરની ઉજળો મેઘુબાઈ અવતાર,
પૂર્વ જન્મના પરતાપે લાગ્યો વિહત-સિકોતર તણો તાર"
સંકલન : પ્રકાશભાઈ રબારી (લાલપુર)
વિશેષ આભાર : ડો.મોતીભાઈ એચ. દેવું (ગુજરાત વિદ્યાપીઠ, સાદરા)
1 ટિપ્પણીઓ
આભાર સુરેશભાઈ
જવાબ આપોકાઢી નાખો