ટિકિટ ના મળવાથી નારાજ રબારી સમાજ લડી લેવાના મૂડમાં, અપક્ષ ઉમેદવારો ઉતારશે

 


રબારી સમાજના કુલ મતદારો 50 લાખ જેટલા હોવા છતાં રાજકીય નેતૃત્વ નથી મળી રહ્યું. ભાજપની પ્રથમ 160 ઉમેદવારોની યાદીમાં એક પણ રબારીને ટિકિટ ના મળતા અસંતોષ તેની ચરમસીમાએ પહોંચ્યો છે.
રાજકીય નેતાઓને સમાજના મેળાવડાઓમાં બોલાવી તેમની ભરપૂર આગતા-સ્વાગતા કરવામાં આવતી, રજતુલાઓ પણ થઇ અને રેલીઓ પણ કરી. છતાં જયારે ટિકિટની વાત આવી ત્યારે હાથ ખંખેરી લીધા. 




હવે જે રીતે દુધબંધી અને ઢોર નિયંત્રણ કાયદાના વિરોધ માટે જે રીતે રબારી-માલધારી સમાજ એક થયો હતો તેમ હવે રાજકીય વર્ચસ્વ મેળવવા પણ લડત આપવાની તૈયારીઓ થઇ રહી છે, જેના અનુસંધાનમાં રબારી સમાજ દ્વારા સમાજના વધુ મતો ધરાવતી સીટો પર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બનાસકાંઠાની ધાનેરા, વાવ સહીત ઘાટલોડિયા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક સીટો પર અપક્ષ ઉમેદવારી કરી તેમને જીતાડવા માટે રબારી સમાજ એક થઇ રહ્યો છે ત્યારે રાજકિરાજકિય પાર્ટીઓને રબારી સમાજની અવગણવો મોંઘો પડી શકે છે.


હવે તો મતદાન પછી કે જ જાણવા મળશે કે રબારી સમાજના આ નિર્ણયથી કોને ફાયદો થાય છે અને કોને નુકશાન પરંતુ હાલ તો રબારી સમાજમાં પોતાના સમાજને ટિકિટ ના મળવાથી થયેલ અન્યાય બાબતે છેલ્લે સુધી લડી લેવાની તૈયારીઓ આરંભ કરી દીધી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ