પથ્થર કઈ પરમેશ્વર નથી છતાં તમે દેવી દેવતા માની પુંજા શા માટે કરો છો ? " સ્વામી વિવેકાનંદનો જવાબ...


 મૂર્તિપૂંજા માટે વિવેકાનંદ સ્વામી નો પ્રસંગ

એક વાર વિવેકાનંદ જી અલવર આવ્યા ત્યાંના મહારાજે કીધું : " પથ્થર કઈ પરમેશ્વર નથી છતાં તમે દેવી દેવતા માની પુંજા શા માટે કરો છો ? "

સ્વામીજી એ તેજ વખતે ભીંત પરથી મહારાજાની એક છબી ઉતરાવી કહ્યું " આની ઉપર થુકો "

સૌ અવાક થઈ જોઈ રહ્યા ત્યારે સ્વામીજી બોલ્યા : " કેમ થૂંકતા નથી ? આ કઈ મહારાજા નથી,એક માત્ર કાચ ને કાગળનો ટુકડો છે "

સેવકો એ કહ્યું : " પણ અમને એમાં મહારાજ દેખાય છે "



હવે સ્વામીજી એ મહારાજ ને કહ્યું : " જોયું ? જેમ આ કાચ કાગળના ટુકડામાં સેવકો ને તમારું દર્શન થાય છે તેમ પથ્થરની મૂર્તિમાં ભક્તો ને એમના ઇસ્ટ દેવદેવીના દર્શન થાય છે ! ભક્તોની એ ભાવના છે એ ભાવનાને તેઓ પુંજે છે.પથ્થર ને નહિ."

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ