તેજાભાઇ ખાંભેલના તેજાબી ભાષણ સાંભળવા પણ એક લ્હાવો હતો...

 

         

       વંદનીય અને પરમ આદરીયણ શ્રી તેજાભાઇ રામજીભાઇ દેસાઇ ના અવશાન થી આજે ઘણુ દુ;ખ થયુ. શ્રી તેજા ભાઇ રબારી સમાજ ના યુવા વર્ગ માં ખુબજ લોકપ્રીય નેતા હતા. સમાજ ના કોઇ સંમેલન હોય કે પછી સમાજ ની કોઇ લડાઇ હોય, તેમની બોલવાની છટા, તેજાબી વાક્યો, કોઇ ની શેહ શરમ રાખ્યા શિવાય પ્રહારો કરવા, સામે ચાલી ને ચર્ચા કરવા પડકારો ફેકવા આ બધુ સાંભળવા સમાજ ના યુવા વર્ગ હંમેશા આતુર હોય. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારો ના ગરીબ માણસો ને, આદીવાશીઓ ને, ગીર-બરડા ના આપણા મુઝવતા  પ્રશ્નોનો માટે તેમના હક્કો અપાવવા જીદંગી ભર લડતા રહ્યા અને ગરીબો, આદીવાસીઓ અને ગરીબ માલધારીઓ ને તેમના હક્કો અપાવ્યા. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પશુ પાલકો ના પ્રશ્નો માટે જેમાં મુખ્યત્વે ગૌચર દબાણ બાબતે એક ક્રાતીકારી કાર્ય તેમાના દવારા થયેલ. શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો ના ગૌચર્, ખરાબા, પડતર જમીનો ઉપર થયેલ દબાણો દુર કરી ગાય માતાનુ આ ગૌચર ખાલી કરાવવા ગુજરાત સરકાર, છે ક ભારત સરકાર અને નામદાર ગુજરાત હાઇકોર્ટ સુધી ગૌચર, ખરાબા ના પ્રશ્નો માટે હંમેશા રાત-દિવસ લડતા રહ્યા. સમગ્ર ગુજરાત રબારી સમાજે આજે એક ક્રાંતીકારી લડવૈયો ગુમાવ્યો છે.

                 તેઓ રાજકારણ થી પર રહી લડત લડતા. ગુજરાત ના રબારી સમાજ અને ગુજરાત નો અન્ય સમાજ ના ગરીબો ના બેલી શ્રી તેજાભાઇ ને ગુમાવ્યાનો વસવસો છે. ગુજરાત માં માલધારી સમાજ ના પશુપાલન ના પ્રશ્નો અંગેના આંદોલનો માં હમેશા અગેસર રહ્યા છે, સરકાર પણ શ્રી તેજાભાઇ ના આ આદોલનો ના ટેકા થી ભયભીત રહેતી. ગુજરાત રબારી સમાજ ના મુઝવતા પ્રશો જેવાકે  ગાય, ગૌચર અને ગોપાલક ના પ્રશ્નો જેવાકે ગાય નુ અસ્તીત્વ, ગાય નુ ચારણ, ગૌચર ના દબાણો, ખારાબા પર ના દબાણો, પશુપાલન ને ખેડુત ના હક્કો અપાવવા, તેમજ ઘણા પ્રશ્નો નો તેઓ પાસે અભ્યાસ હતો. સરકાર ના જુના ગાયકવાડ ના સમય ના ગાય, ગૌચર, પશુપાલક ના હક્કો ના ઠરાવો, તેની જોગવાઇ ની ભરપુર હારમાળા તેમની પાસે હતી, માલધારી ના પ્રશ્નો માટે ચર્ચા ડીબેટો ટીવી પર હોય કે હક્ક માટેની લડાઇ માં સરકારા ના પ્રતિનિધિ સાથે ની બેઠકો હોય, તેજા ભાઇ પાસે તમામ ના જવાબ રેકર્ડ આધારીત પુરાવાઓ, ઠરાવ, નંબર, તારીખ  સાથે હોય, જેથી ઘણીવાર ડીબેટ હોય કે રૂબરૂ ચર્ચાઓ હોય સરકારી પ્રતિનિધિ ઓ અથવા ટીવી એંકરોએ માલધારી પ્રશ્નો વ્યાજબી હોવાનો સ્વીકાર કરવાના પ્રસંગો પણ બનેલ છે. રબારી સમાજ સાથે તેજાભાઇ અન્ય નાના-નાના સમાજ ના પણ તેઓ અવાજ હતા. સમાજ ના નાના પ્રશ્નો, કોઇ અન્ય સમાજ ની કનડૅગત તથા નાના સમાંજ ના ગરીબ માણસા ને કોઇ પ્રશ્ન હોય તો પણ તેઓ શ્રી તેજા ભાઇ ને મળે તો તેનુ નિરાકરણ થતુ. તેઓ ગરીબો ના બેલી હતા. 

                 સાબરકાંઠા અને બનાસકાંંઠા ના  અંતરીયાળ  વિસ્તારો ના આદીવાસી ઓની પાણી ના પ્રશો ને કારણે ડુબ માં ગયેલ જમીનો ના હક્કો ઘણા વર્ષો પહેલા અપાવેલા. આજ પણ આ વિસ્તારો ના આદીવાશીઓ તેમને ભગવાન માને છે. આપણે જ્યારે પણ આદરણીય શ્રી તેજાભાઇ ને મળીએ, જોઇએ, ત્યારે તેમના ખાભે " પીળો ખેસ" આપણા ને અચુક જોવા મળે. આ પીળો ખેસ આદીવાશે સમાજે શ્રી તેજા ભાઇ પહેરાવેલો, તે દિવસ થી આજદીન સુધી " પીળો-ખેસ" તેમની આગવી ઓળખ આજીવન બની રહી. ટીવી ડિબેટ માં શ્રી તેજાભાઇ સાંભળવા એક લાહવો છે. ટીબી ડીબેટ માં ગાય, ગૌચર અને ગોપાલક ના પ્રશ્ને ભલભલા તજગ્નો, સરકારી પ્રતિનિધિઓ, ટીવી-મીડીયા ના એંકરો ના છ્ક્કા છોડાવી દીધા છે, દલીલો માં બોલતી બંધ કરાવી દીધી હોય તેવુ આપણે જોયુ છે. 

                 ગાય, ગૌચર અને ગોપાલક ના પ્રશ્નો હોય કે પછી કોઇ અન્ય પ્રશ્ન હોય શ્રી તેજા ભાઇ સાથે ચર્ચા કરવા અધિકારી-પદાધીકારીએઓ ખાસુ એવુ લેશન કરી ને ચર્ચામાં આવવુ પડતુ તે શ્રી તેજાભાઇ ની એક આગવી લાક્ષૅણીકતા હતી, અધિકારી-પદાધિકારીઓ પણ તેઓ સાથે બેઠક કરવા ચિતત રહેતા. ગાય, ગૌચર અને ગોપાલક માટે શ્રી તેજાભાઇ એક હરતી-ફરતી લાઇબ્રેરી હતા. જ્યાં પણ મળે, યુવાનો બેઠા હોય, વડીલો બેઠા હોય, ત્યા ફક્ત એકજ વાત જણાવે, " અલ્યા, ગાયો ને બચાવો, ગૌચર ને બચાવો, આ તમારી મા- શુ ખાસે, ક્યા રહેશે, આ ધોળીયા-સરકાર ગૌચર ચરી ગઇ, બહાર નીકળો " આવુ હંમેશા કહેતા સાંભ્ળ્યા છે. શ્રી તેજાભાઇ અને તેમનુ કુંટુબ ગર્ભ શ્રીમંત વર્ષો થી છે અને આજે પણ છે, તેઓ પૈસે ટકે સુખી હોવા છ્તા, તેમને ગરીબ રબારી સમાજ, ગરીબ પશુપાલક, ગરીબ આધિવાશી અને સમાજ ના ગરીબ નાના માણસ ની ચિંતા કરી છે  જે રબારી સમાજ માટે એક ગૌરવ ની બાબત છે. શ્રી તેજાભાઇ એ તેમનુ સમગ્ર જીવન તેમના પ્રાણ પ્રશ્નો ના નિકાલ કરાવા, તેમને તેમના હક્કો અપાવવા સમગ્ર જીવન ખર્ચી નાખ્યુ. એટલે કે " સંપતિ એટલે પૈસો નહિ, પણ આપણી ચિંતા કરતો દોસ્ત, આપણી વ્યથા સમજતો પાડોશી, અને આપણી ઇજ્જત કરતો પાડોશી અને આપણો ઇજ્જત કરતો સંબધી " શ્રી તેજા ભાએ એ હંમેશા, ગરીબો, દોસ્તો, પાડોશીઓ અને સગા-સંબધીઓ ની ચિંતા કરી છે. 

                 કહેતા ઘણો જ આનંદ થાય છે કે " મોરા ના ઇંડા ચિતરવા ના પડે ! "  આજે સ્વ. શ્રી તેજાભાઇ નો પુત્ર શ્રી દશરથભાઇ તેજાભાઇ દેસાઇ પિતા ના પગલે ચાલી રહ્યા છે, ખુબજ કોઠાસુઝ પિતા પાસેથી મેળવી છે, ખુબજ માહીતી ઓ જાણે છે, ખુબ અભ્યાસ કરે છે, અને પિતા ના નક્શે કદમ પર ચાલી રહ્યા છે તે સમગ્ર રબારી સમાજ માટે એક ગૌરવ ની બાબત છે. છેલ્લા ઘણા સમય થી શ્રી તેજા ભાઇ ના માંદગી ના સમય ગાળા દર મ્યાન માલધારી ના પ્રશો નો હવાલો શ્રી દશરથભાઇ સંભાળી રહ્યા છે, તેમને ડીબેટ માં સંભાળવાનો લહાવો છે, આજે તેમની વાંંક-છટા તેમના પિતા જેવી જ છે. ચર્ચા માં તેમનામાં તેજાભાઇ ઝલક જોવા મળે છે. આપણે ભગવાન વાળીનાથ, ભગવાન વડવાળા ને પ્રાથના કરીએ કે શ્રી દશરથભાઇ એ સ્વ.શ્રી તેજાભાઇ જેવી શક્તિ આપે, તેજાભાઇ જેવો જુસ્સ્સો અને તાકાત આપે. શ્રી દશરથ ભાઇ આપણા રબારી સમાજ ને તેમજ અન્ય નાના ગરીબ સમાજો ને શ્રી તેજા ભાઇ ની ખોટ સાલવા નહિ દે. તેજા ભાઇ ખોટ ચોક્કસ પુરી કરશે. 

                 ગુજરાત ના રબારી સમાજે આજે સમાજ નો સિતારો ગુમાવ્યો છે, સમાજ નો સાચો લડવૈયો ગુમાવ્યો છે, હુ માનુ છુ ત્યાંસુધી છેલ્લા તીસ થી ચાલીસ વર્ષ થી સતત જુદા-જુદા પ્રશ્નોએ લડી રહેલા જોવા મળેલ છે, ક્યારેય તેમના ઉપર થાક, કંટાળો મે જોયો નથી, મે ઘણી વાર નજીક થી સાભલ્યા છે, રૂબરૂ ચર્ચાઓ પણ કરી છે, અલ્યા બળદેવભાઇ (બી.એમ.)  (મને હમેશા બી.એમ. કહેતા) આ સરકાર ના તમે ગાંધીનગર વાળા કાન આંબળો, આ ગાય, ગૌચર જતા રહ્યા ! 

સ્વ. શ્રી. તેજાભાઇ રામજીભાઇ દેસાઇ-ખાંભેલ

                 આજે ગુજરાત ભરના રબારી સમાજ ના તેમજ ગુજરાત અન્ય નાના ગરીબ સમાજ ના એક કર્ત્યવ્યનિસ્ટ, પરોપકારી, નિસ્વાસ્થી, એક આદર્શ નેતા નો સુર્યાસ્ત થયેલ છે. રબારી સમાજ ના ઇતિયાસ માં સ્વ. શ્રી તેજાભાઇ જેઓ બુલંદી નેતા ક્યારેય જોયા નથી, જેથી રબારી સમાજ ને આ ખોટ ક્યારેય પુરી થઇ શકશે નહિ. પરંતુ તેમના પુત્ર્ શ્રી દશરથભાઇ  તથા સ્વ, શ્રી તેજાભાઇ ના હાથ નીચે તૈયાર થયેલ ઘણા યુવાનો હાલ આ કામ કરી રહ્યા છે અને સ્વ. શ્રી તેજાભાઇ ના અધુરા કામો આ યવા વર્ગ અને તેજાભાઇ ના કાર્યકરો આગળ લઇ જાય સમાજ તે માટે આશવાદી છે અને પ્રભુ તેમને શક્તિ આપે.... સ્વ. શ્રી. તેજાભાઇ રામજીભાઇ દેસાઇ-ખાંભેલ ના પવિત્ર આત્મા ને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી ભગવાન વાળીનાથ ને પ્રાથના.... 

અસ્તુ...

ભુક ચુક માફ કરવી .....

લી... દેસાઇ બળદેવ ભાઇ એમ. જીદ્રોડા-ગાંધીનગર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ