હીરાભા ખાંભલા રબારીની માઁ ચામુંડાના બે મુખ ની વાત...

મારવાડ ની ધરતી ની વાત છે જ્યાં દેવકી નદીના કાંઠે રબારીઓ નું ગામ હતું. પાંચસો ને પાંત્રીસ ખાંભલા રબારીઓ નો નેસ રહેતો એ ગામ ના પાદરે વીઘા એક નો મોટો વડલો જેની હેઠે રબારીઓ ના બાળક ગાયું ચરાવે ને રમતા હોય, ત્યાં એ વડલાનીચે માં ચામુંડાનો મઢ હતો. એ 535 ખાંભલા રબારીના નેશ માં એક ભુવાજી હીરાભા ખાંભલા ને તેમના પત્ની મા જહબાઈ રેતા જેને કોઈ સંતાન ન હતું પણ માઁ ચામુંડા પ્રત્યે અથાગ શ્રધાને નિઃસ્વાર્થ સેવા વર્ષોથી કરતા હતા બેય પતિપત્ની માઁ ચામુંડા ના ખૂબ ભજન કીર્તન કરતા આમ વર્ષો વીત્યાને હીરાભા ની ઉંમર 75 વર્ષ ને માઁ જહબાઈની ઉમર 70 વર્ષ પોહચી પણ એની શ્રદ્ધા ને પ્રેમ માં ચામુંડા પ્રત્યે અનહદ હોય છે.


હીરાભા જેવા નીતિવાન ભુવા જગતમાં જડે તો એના પગ પુજનારનેય ચામુંડા માઁ ભગવતી ખમાં કરે પણ એક વખતની વાત છે કે ચૈત્ર મહિના મા આઠમ ના રવિવારે વીઘા એક ના વડલા હેઠે ચામુંડા ના મઢળે 75 વર્ષ ના ભુવા હીરાભા ની આંખે રવિવાર ના દિવસે ધડાધડ આંસુઓ વહેવા લાગે છે... હીરાભા માઁ ચામુંડા ને સાદ કરે છે કે હે માઁ ચામુંડા તારી કૃપા છે આંગણા માં ગાયો નો પાર નથી માઁ મારા ઘરે વલોણા બહુ થાય દૂધના બોઘરણા ભરેલ હોય પણ તાંસળી ભરીને દૂધ માંગનારો નથી દીધો માઁ હું ફળીયા માં ચલમ ભરતો હોવ ને હે બાપુ હે માં તાહળીમાં દૂધ આપોને એવો મિઠુળા બાળક ના અવાજના ભણકાર વાગે છે માઁ ચામુંડા દીકરો મારા માટે નથી જોતો હો માં...

તારા નૈવેદ્ય હું કરું તારી જાક કરું તારા જુવારા થાપુ તારા માંડવે પિયાલા પી લવ પણ મારો પંડ(દેહ) કાલ પડી જાય તો મારી વિધાના વડલાવાળી કુળદેવી ચામુંડા તારા દિવધુપ મારા જેમ કોણ કરશે ..? એટલે મારા પડછાયા જેવો જ માઁ મને દીકરો દે માઁ તું તો સૂકા ઝાડ ઉપર પણ ફળ દેનાર છે માઁ મને દીકરો દે તો માઁ તું ચામુંડા જ દઈ શકે માઁ તારા ખજાને ક્યાં ખોટ છે માઁ ચામુંડા નાનું બાળ મારા ખોયળે રમતું મુક માઁ...
માઁ ના મઢે પાંચસો ને પાંત્રીસ ખાંભલા રબારીઓ બેઠાને હીરાભા ભુવા એ માતા ને કહ્યું કે,... " હે... માઁ ચામુંડા જો તું મને દીકરો દેને માઁ તો તારો નવરંગ માંડવો રોંપુ..., અને હે... માઁ ચામુંડા આમ તો તારું એક મુખ છે પણ તારા બે મુખ તારો હીરો ખાંભલો રબારી બનાવશે માઁ... આ વાત માઁ ચામુંડા સાંભળતા હતાં... 

હીરા રબારી ખાંભલા ની માનતા એનો પોકાર માં ચામુંડા સાંભળતા હતા ને ત્યાં હીરા રબારી નાં કાંઠે (દેહમાં વીશ ભુજાળીમાઁ ચામુંડા પ્રકટ થયાં) માં ચામુંડા આવ્યા ને કહ્યું, ખમાં મારા ખાંભલા ખમાં રબારીઓ આજ હું ચામુંડા બોલું કે, આજ ચૌદ ભુવન માં મારવાડ ની ધરતી પર મારો હીરો રબારી ઓશિયાળો રહી જાય ને એના ઘરે જો ઘોડિયાની (બાળકની) ખોટ પડે તો મને ચામુંડા ને ખોટ લાગે... માઁ ચામુંડા એ કહ્યું કે આજ હું પાંચસોને પાંત્રીસ (535) રબારીઓને વચન આપું છું કે... "આજથી હીરા રબારી ના ઘરનાના (પત્નીને) દિવસો ગણવા ના ચાલુ થાય ને નવ મહિના ને તેર દિવસે મને ચામુંડા ને ગમે એવો દીકરો આપું તો માનજો કે માં ભગવતી ચામુંડા બોલી હતી..."


આમ કહેતા દિવસો વીતતા ગયા ને નવ મહિનાને તેર દિવસ વીત્યાને માઁ ભગવતી ચામુંડા એ દીકરો દીધને ... જ્યારે હીરા રબારી ના પત્ની હિંચકો નાખતા સુઈ જાય ને જો ચામુંડા એ દીધેલ દીકરો રડે તો માઁ
ચામુંડા આવીને હાલરડું ગાય ને હિંચકો જુલાવતા ને બાળક ને સુવડાવતા... પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયા નેસના અને હીરાભા રબારી ખાંભલાની માનતા હતી કે, "માઁ ચામુંડા દીકરો આપે પછી સવા મહિને નવરંગ માંડવો નાંખવોને એક મુખ વાળી ચામુંડાના બે મુખ કરશે " 
પણ...
પાંચસો પાંત્રીસ રબારી ભેગા થયા ને કીધું કે "હે માઁ ચામુંડા આ ઘણા વર્ષે અમારા ભુવાને ભુવા એટલે અમારી માંને આજ અમને પાંચસો પાંત્રીસ રબારીઓ ને હરખ ચડયો છે કે આજ અમારા ખાંભલાને ઘરે મોં ચામુંડા તમે દીકરો દીધો છે તો..." " માઁ ચામુંડા અમારા ભુવા સવા મહિને માંડવો નાખે પણ., સવા મહિને નહીં પણ બાર મહિને અમારો ભુવો માંડવો રોપે પણ પાંચસો ને પાંત્રીસ રબારીએ એટલે અમારી માઁ ને આજ અમને પાચસો પાત્રીસ રબારીઓ ને હરખ ચડયો છે કે આજ અમારા ખાંભલાને ઘરે માઁ ચામુંડા તમે દીકરો દીધો છે તો..." " માઁ ચામુંડા અમારા ભુવા સવા મહિને માંડવો નાખે પણ., સવા મહિને નહીં પણ બાર મહિને અમારો ભુવો માંડવો રોપે પણ પાંચસો ને પાંત્રીસ રબારીએ હીરાભા ભુવાની રંગેલૈંગે માંડવો કરવો ને માં પાંચસો ને પાંત્રીસ રબારી તને વચન આપીએ છીએ કે...
" જ્યાં સુધી માંડવો નહીં નાખીએ ત્યાં સુધી હીરાભુવાના દીકરાનું નામ નહિ પાળીયે... અને બાર મહિનાનો થાય ને માંડવો રોપીએ ત્યારે દીકરાનું નામ માઁ ચામુંડા તમે કેશો એ અમે રાખશું..." 

 બાર મહિના વીત્યા પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયા ને માઁ ચામુંડા માતાજી ના પાસે રજા લેવા બેઠા પણ અહીં " હીરા ભુવા બોલ ચુક્યા કે સવા મહિને માંડવો નાખીશ પણ માંડવો નાખવાની રજા લેવાઈ સવા મહિના ને માથે બાર મહિને અને બીજો બોલ કે માઁ ચામુંડાના બે મુખ કરશે... પાંચસો ને પાંત્રીસ રબારીઓ ભેગા થયાને માતાજી ના ડાકલા વાગી રહ્યા હતાને વીઘા એક નો વડલો ગાજતો હતો ને "માઁ ચામુંડા" મનમાં વાતની ગાંઠ વાળી ગયા કે "માઁ ચામુંડાના બે મુખ કરવાની વાત" હીરાભા રબારી ખાંભલાને મેં ચામુંડા એ દીકરો આપ્યોને ... મારો હીરો ભુવો રબારી આ વાત ભૂલી ગયો જે કેતો હતો કે માઁ ચામુંડા દીકરો આપે તો "માઁ ચામુંડાને બે મુખ વાળી માઁ ચામુંડા કરું "... હીરાભા ખાંભલા રબારી એ કહ્યું માઁ મારી ભૂલ ને ખમાં કર ખમાં કર... માઁ ચામુંડા રબારીના નેહળેથી વળીને ખેતલા આપા ને જઈ ને કહ્યું કે ' ખેતલા હે વાસુકી મારો ભુવો ભુલ્યો પણ હું ચામુંડા પણ ભૂલી , જા હવે ડંખ ચૂસીને પાછા આવતા રહો ' ખેતલા આપા વસુકીનાથ ડંખ ચૂસી પાછા વળી જાય છે અને " માઁ ચામુંડા વીઘાએકના વડલા નીચેના મઢળે દાત કાઢવા લાગ્યા અને વડલા માં વીજના કડાકા થાય એવા અવાજ થવા લાગ્યો ને માતાજી એ દીકરો સજીવન કર્યો..."

પાંચસો પાંત્રીસ રબારી ના હરખનો પાર ન રહ્યો ને માઁ ચામુંડા ને કહ્યું કે "હે માઁ વનરાવનમાં જો સિંહ ગરાજતો હોય પણ જો હાથી ગજરાજ ખાલી સૂંઢ ઊંચી કરે તો સિંહ જેવો સિંહ ભાગી જાય તો ગજરાજ હાથી જેવા બાહુબળ વાળો તે દીકરો દીધો તો અમને પાંચસો પાંત્રીસ રબારીને ગમે છે એ નામ જો તને ગમે તો એ દીકરાનું નામ માઁ હાથીઓ (હાથીજી) ખાંભલા રબારી રાખીયે માઁ અને માંની રજા એ દીકરાનું નામ રાખ્યું... વર્ષ વીત્યું હતું ને હીરાભુવા એનું વેણ ભૂલી ગયા "માઁ ચામુંડા ના બે મુખ ની વાત" અને દીકરો મોટો થતો ગયો ને એક સમયે ધરતી પર કાળ જપટવા લાગ્યા દુષ્કાળ "કૂવે કાદવ ઉમટ્યા નદી એ ખૂટયા હતા નીર અમારા મલક પડ્યો હળતાળો ને અમે વરતવા હાલ્યા વીર"... સાડા ત્રણ વર્ષના દુષ્કાળ પણ નિયમ હતો કે આસો મહિનાની આઠમ ને ચૈત્ર મહિનાના આઠમ ના દિવસો આવે ત્યારે હીરાભુવા નૈવેદ્ય ઝારતાં ને નોરતા માં બીજનો કળશ થાપતા...

એક વખત રબારીઓ અને હીરાભુવા ગાયો અને ઉંટોને લઈ દુષ્કાળમાં, મારવાડ માંથી ચાલતા ગાંડી ગીર મા આવ્યા જ્યાં સિંહ ગરાજતા હોય જ્યાં મોરના ટહુકારે મેઘ ગરાજતા હોય ને વરસાદ પડતો હોય એવી ગીરમાં આવ્યા... તે સમય જૂનાગઢ રાજા હતા ને કોઈ રાજમાં આવો તો રાજની રજા લેવી પડે પણ હીરાભા અને બીજા રબારીઓ એ રાજની રજા લીધા વિના ગાયોને ઉંટ એક વર્ષ ચરાવી મારવાડ માં ચાલ્યા ગયા... આ વાત માઁ ભગવતીને જાણ છે આસો મહિનાના નોરતાની તૈયારી હતી ને એક દિવસની રાહ ને જૂનાગઢના રાજા ની ફોજ હીરાભા રબારીની શોધ કરવા લાગ્યા ને હીરાભાને બન્ધી બનાવી જૂનાગઢની જેલમાં પૂર્યા... નેહ મા આ વાતની જાણ થતાં પાંચસો ને પાંત્રીસ રબારીઓ માતાને આલાપ કર્યો કે માઁ આજ અમારા ભુવા નથી જૂનાગઢની જેલમાં છે તો કુવાસી આઠ દીકરીઓ કળશ સ્થાપન કરી નકોરડા ઉપવાસ રહ્યા એક એક કરતાં આઠમો દિવસ આવ્યો પણ માઁ હવે અમારા ભુવાને લેતા આવો નકર આ આઠમ ના છેલ્લા નૈવેદ્ય નહિ કરીયે પણ ગામના પાદર ભઠાં કરી આઠય કુંવારી દીકરીઓ ની આહુતિ દઈ દેશું નહિતર અમારા ભુવાને લાવો માઁ... એક બાજુ હીરાભા ભુવા આઠમની રાતે આલાપ કરે કે હે માઁ ચામુંડા ! આ જેલની બેડીઓ હવે તોળાવ..

તે દિવસ મધરાતનો સમય થયો ને આખા જૂનાગઢ શાંત નિદ્રા માં શયન કરી જાય ને માઁ ચામુંડા મારવાડ માં વિધાના વડલા હેઠેનાં મઢમાંથી નજરું માંડતા સીધા જૂનાગઢમાં રાજાની જેલમાં આવ્યા અને સાદ કર્યો... હે હીરા રબારી ખાંભલા તારી કુળની દેવી ચામુંડા છું હું સાંભળ મારા હીરા આ લોખંડના સળિયા તું નહિ તોળી શકે..!!.? હીરા તારી બેય ભુજાએ થી લોખંડના સળિયા પકડ ને પકડ્યા ભેગા જો ઓગળીને ભૂકો થઈ જાય તો માનજે તારા રબારીની માઁ ચામુંડા બોલી છું... આમ માઁ ચામુંડા એ હીરાભા ભુવાને જેલ ની બહાર કાઢે છે ને કહે છે ઝડપથી મારવાડની ધરતી એ ચાલ નહિતર આઠ દીકરીઓ અગ્નિમાં હોમાય જશે... "માઁ ચામુંડા જમણો હાથ ઊંચો કરી ધરતી પર લાવે ત્યાં તોરિંગ નામની સફેદ પવનવેગી ઘોડી અવકાશ માંથી ઉતરી અને મોં ચામુંડા એ કહ્યું હીરા ભુવા માંડ ઘોડીની માથે પલાણ અને જેવી ઘોડીના માથે પલાણ મારી હીરાભુવા ઘોડી પર બેઠા ને ઘોડીના ડાબલા વીજના કડાકાની જેમ ગાજવા લાગયાને પવનવેગે ઘડી બે ઘડીકમાં તો મારવાડની ધરતી એ ઘોડી સૅગ અસવાર હીરાભા ભુવા પોહચી ગયા ને સાથે માં ચામુંડા પણ આવ્યા...

એક બાજુ અગ્નિની જ્વાળામાં આઠ રબારીની દીકરીઓ હોમાય જતા જોઈ ને આઠય દીકરીઓ સાથે ખેલ હીરાભા રબારી અગ્નિની જ્વાળા માં હોમાય ગયા ને માઁ ભગવતી ચામુંડા એ હાથ પકડી હીરાભા રબારી ભુવાને બહાર કાઢ્યા ને કહ્યું ખમાં રાયકા રબારી તને ખમાં હું ચામુંડા રાજી થઈ છું. માઁ ચામુંડા એ હીરાભા રબારી ખાંભલા ને કહ્યું માંગી લે માંગી લે જે જોઈતું હોય એ ત્યાં હીરાભાભુવા એ કહ્યું માં ચામુંડા કશુંય નથી જોઈતું પણ માઁ મને બહુ સતાવ્યો... માઁ ચામુંડા એ કહ્યું તે કહ્યું હતું માઁ ચામુંડાના બે મુખ કરું તો મને બે મુખ વાળી કરી દે! હીરાભા એ કહ્યું માઁ ચામુંડા હું તો માનવી છું તને કેમ બે મુખ વાળી કરી શકું...? ત્યારે માતાજી એ કહ્યું , સાંભળ હીરા રબારી તું જે મલક માં ગયો હતો ગુજરાતમાં ત્યાં ચોટીલા ડુંગર છે ત્યાં હું બેઠી છું આવતો રવિવાર આવે ત્યારે મારવાડ મૂકી ચોટીલા આવજે ત્યાં દેવકા પરચાળ ના ડુંગરે ચોટીલા ના ડુંગરે હું તને બે મુખ બતાવીશ તું આવજે ચોટીલા., માઁ ચામુંડા આટલું બોલી અંતર ધ્યાન થઈ જાય છે હીરાભા રબારી ખાંભલા વૃદ્ધાવયના હતા તોય ચાલતા ચાલતા મારવાડથી રવિવારના દિવસે ચોટીલા પોહચ્યાં...

ચોટીલાના ડુંગર જોઈ વૃદ્ધવયના થઈ ગયેલ હીરાભા એ કહ્યું કે માઁ ચામુંડા મારાથી આ પહાડ કેમ ચડાય પણ માઁ હું ડગલાં તારા તરફ માંડતો જાવ છું હીરાભા રબારીની અથાગ શ્રધ્ધા જોઈ માઁ ચામુંડા એ જાણે હાથ પકડી ચોટીલાનો ડુંગર ચડાવ્યો હતો ને માઁ ચામુંડા સામે બે હાથ જોડી ચોટીલાના ડુંગર પર માઁ ના મઢમાં અવાજ આવ્યો કે " હીરા રબારી આજ પાછો વયો જા આજ દર્શન નહિ આપું કાલ આવજે..! " બીજા દિવસ ફરી ચોટીલા નો ડુંગર ચડી હીરાભા રબારી ખાંભલા માઁ ચામુંડાના મઢમાં આવી વિલાપ કર્યો કે.., હે માઁ ચામુંડા ! હવે તો આ દેહ માંથી પ્રાણ પણ જાવા લાગશે, હું તો તારા પાસે આવ્યો પણ તું ન આવી આમ કહ્યું ત્યાં તો વીજળી ત્રાટકે ને આખાય મઢમાં થઈ જાય છે ... ચોટીલાનો આખો ડુંગર ધ્રુજવા લાગ્યો અને દિવ્ય જ્યોત રૂપે માઁ ભગવતી ચામુંડા એક લીલી ચૂંદડી ને એક લાલ ચૂંદડી માં પ્રકટ થયા ને સિંહ અસવાર દ્વિમુખી ચામુંડા ના હીરાભા રબારી ખાંભલાએ દર્શન કર્યા અને હીરાભા રબારી એ કહ્યું કે માઁ મને આજ દર્શન આપ્યા એમ જો કોઈ ભક્તિભાવે તારા ચોટીલા આવે તો માઁ ચામુંડા બે મુખ વાળી તું સૌને ખમાં કરજે ...

માઁ ચામુંડા એ કહ્યું કે હું આજથી બે મુખ વાળી મૂર્તિ સ્વરૂપ સાક્ષાત ચોટીલા બિરાજુ છું પણ રાત્રીના સમયે અહીં થોભતા નહીં કારણ મારો સાવજ મારો સિંહ ગરજતો રહેશે જે મારા સાક્ષાત અહીં હોવાનું પ્રતીક હશે... ત્યારથી માઁ ચામુંડા સાક્ષાત ચોટીલા બે મુખ ધરી બિરાજે છે ને ભક્તો ને ખમાં કરે છે
જય શ્રી ચામુંડા♥️🙏

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ