કન્યા છાત્રાલય બનાવવા ની માંગ સાથે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજકોટ આજુબાજુ ના વિસ્તાર માં રબારી સમાજ ની દીકરીઓ ને શિક્ષણ માટે હાલ છાત્રાલય ની જરૂરિયાત દિનબદિન વધતી જાય છે,
જરૂરિયાત ને ધ્યાનમાં લઇ આજરોજ શ્રી રબારી યુવા ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ કલેકટર ને રાજકોટ ખાતે કન્યા છાત્રાલય બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવું.
શ્રી રબારી યુવા ગ્રુપ રાજકોટ ના પ્રમુખ જગદીશભાઈ એ જણાવ્યું હતું કે રબારી સમાજ ની દીકરીઓ માટે છાત્રાલય બનશે તોસરકારે વધુમાં વધુ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે અને જયારે સરકાર પણ બેટી બચાઓ, બેટી પઢાઓ ના નારા સાથે કામ કરી રહી છે તો અમારી આ માંગણી પર બહુ જલ્દી યોગ્ય નિર્ણય કરે તેવી આશા રાખીયે છીએ.

આપણે જોઈએ છીએ કે દરેક મોટા શહેરો માં સામાજિક શૈક્ષણિક સંકુલ મોટા ભાગ ના સમાજો ના બનેલા છે અને એ સરકાર ની સહાય થી જ બન્યા છે તો રબારી સમાજના છાત્રાલય માટે પણ સરકાર શ્રી તરફથી જગ્યા અને અન્ય સહાય રબારી સમાજ ને પણ મળે તેવી માંગ ઉઠી છે, આ સંદર્ભે જુદા જુદા જિલ્લાઓ માં કલેક્ટર ને આવેદન પત્ર આપવાના કાર્યક્રમ પણ રબારી સમાજ ની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવશે,


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ