શૈક્ષણિક સંસ્થાની રજત-જયંતિ મહોત્સવની હેતુલક્ષી તેમજ ઐતહાસિક ઉજવણી...



કચ્છ પ્રદેશની ભાતીગળ ધરા તેમજ જેસલ-તોરલની સમાધિ-સ્થિત એવી ઐતહાસિક-નગરી અંજાર શહેરને આંગણે, તા.15-10-2017, રવિવારના રોજ સમસ્ત કચ્છ જિલ્લા રબારી સમાજ આયોજીત શ્રી ઢેબર રબારી સર્વ સેવા વિકાસ મંડળ શૈક્ષણિક સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “રજત-જયંતિ મહોત્સવ” સાર્થક રીતે ઉજવાઇ ગયો.
કાર્યક્રમમાં દૂધરેજધામના મહંતશ્રી કણીરામબાપુ, દૂધઇધામના મહંતશ્રી રામબાલકદાસજી બાપુ, રાજસ્થાન સરકારના મંત્રીશ્રી ઓટારામજી દેવાંસી, શ્રી બાલારામજી, શ્રી મુકુન્દરામજી, કેળવણીકારશ્રી માલજીભાઇ દેસાઇ, પૂર્વ સાંસદશ્રી સાગરભાઇ રાયકા, રેકટના શ્રી જીવણભાઇ દેસાઇ-ભાન્ડુ, પૂર્વ ચેરમેનશ્રી અરજણભાઇ રબારી, અગ્રણીશ્રી મેહુરભાઇ લવતુકા, અગ્રણીશ્રી લાલજીભાઇ દેસાઇ, દૂધસાગર ડેરીના ડાયરેકટશ્રી રાયમલભાઇ દેસાઇ, IAS શ્રી એસ.એમ.ખટાણા, અગ્રણી તબીબ ડો.તેજસ કરમટા, ડેપ્યુટી કલેકટરશ્રી વિજય રબારી, DySP શ્રી રાકેશ દેસાઇ, કલાસ 1 ઓફિસરશ્રી દિલીપ કોડિયાતર, PIશ્રી જનક એમ. આલ, શ્રી અમરશીભાઇ રબારી-સુરત, શ્રી જીવરાજભાઇ આલ-બનાસકાંઠા, શ્રી અભિનેત્રી આશાસિંઘ તેમજ ગુજરાત-રાજસ્થાનમાંથી સમાજના અનેક નામાંકિત વ્યકિત-વિશેષશ્રીઓ હાજર રહી, સમાજના ઉત્થાન અર્થે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. ખાસ તો કન્યા છાત્રાલયના નામકરણ વિધિ અર્થે શ્રી ભુરાભાઇ કરણાભાઇ રબારી દ્રારા રૂ.41,11,111/-નું દાન જાહેર કરવામાં આવ્યુ. આ સિવાય આશરે 4000 કરતાં વધુ બાઇકો સાથેની ભવ્ય રેલી અંજાર શહેરના માર્ગો પર સમાજના પહેરવેશ સાથે શિક્ષણના સંદેશ અર્થે નીકળેલ. રાત્રિના ડાયરામાં શ્રી ગમન સાંથલ, શ્રી ગીતાબેન રબારી, શ્રી મહેન્દ્રભાઇ જેઠવા..વિ. કલાકારો દ્રારા ભવ્ય ગીત-સંગીતની રમઝટ બોલાવવામાં આવેલ. શૈક્ષણિક સંસ્થાની પ્રગતિમાં સિંહફાળો આપનારશ્રીઓ અને દાતાશ્રીઓ...વિ.ને સન્માનિત કરવામાં આવેલ. આ તબક્કે ઉપસ્થિત બહોળી જનમેદની આવકારતા શ્રી હિરાભાઇ દેવાભાઇ રબારીએ સ્વાગત-પ્રવચન તેમજ સૌ પ્રત્યે આભારની લાગણી શ્રી કાંન્તિભાઇ રોઝ દ્રારા વ્યકત કરી હતી. કાર્યક્રમનું સફળ-સંચાલન પોતાની અનોખી શૈલીમાં ડો.ડી.બી.દેસાઇ-એડ્વોકેટ-ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્રારા કરવામાં આવેલ હતું. આવા યજ્ઞરૂપી કાર્યને હેતુલક્ષી બનાવવા અર્થે શ્રી ખોડાભાઇ રબારી, અંબાલાલભાઇ રબારી, રૂપાભાઈ રબારી, શ્રી વીરમભાઇ એડવોકેટ, શ્રી મશરૂભાઇ રબારી, શ્રી અભુભાઇ રબારી, શ્રી રત્નાભાઇ રબારી તેમજ “કચ્છ જિલ્લા રબારી સમાજની ટીમ”ના સૌ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ