ક્રિષ્ના ગૃપના સ્થાપક એવા કિરણભાઈ ગોવિંદભાઈ દેસાઈ(દિઘડી)નો આજે જન્મ દિવસ છે



 ક્રિષ્ના ગૃપના સ્થાપક એવા કિરણભાઈ ગોવિંદભાઈ દેસાઈ(દિઘડી)નો આજે જન્મ દિવસ છે. ક્રિષ્ના ગૃપની સ્થાપના સમયે માત્ર ર૦ વર્ષની ઉંમરે કિરણભાઈએ જાણે પાટણમાં શિક્ષણની જ્યોત જલાવી અને આજે એ સંસ્થાની ક્લાસીસમાંથી માલધારી સમાજના અનેક દિકરા-દિકરીઓ સરકારી સંસ્થાઓમાં સફળતાપૂર્વક નોકરી મેળવી શક્યા છે.

સરકારી વિભાગમાં યોજાતી તમામ ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાત લેવામાં આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ તો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં અનેકોની સંખ્યામાં ચાલી રહ્યા છે. રબારી સમાજની પણ અનેક સંસ્થાઓ દ્વારા નાના-મોટા સ્તરે ક્લાસીસનું આયોજન જે તે ભરતી સમયે કરવામાં આવતુ હોય છે. જેના ફળસ્વરૂપે રબારી સમાજના અનેક દિકરા-દિકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું શિખર સર કરી સરકારી વિભાગોમાં નોકરીએ લાગ્યા છે. આવી જ એક સંસ્થા દ્વારા પાટણ ખાતે ગોપાલક છાત્રાલયના હોલમાં ક્લાસીસ તેમજ લાયબ્રેરી છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહી છે. આ સંસ્થા એટલે “ક્રિષ્ના ગૃપ, પાટણ”. જેના થકી રબારી સમાજના હજારો યુવક-યુવતીઓ આજે ગુજરાત સરકારના જુદા-જુદા વિભાગોમાં સેવાઓ આપી રહ્યા છે.



ક્રિષ્ના ગૃપની શરૂઆત કેવી રીતે થઈ એ પ્રસંગ જાણવા જેવો છે. કિરણભાઈ કોલેજકાળથી જ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જાેડાયેલા હતા. બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ.નો અભ્યાસ કરેલા કિરણભાઈની ક્રિષ્ના કન્સ્ટ્રક્શન નામની ફર્મ સરકારી રોડ અને બિલ્ડીંગના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. એક દિવસ પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ નજીકની ચા ની કિટલી પર કિરણભાઈએ કેટલાક યુવાનોને બેઠેલા જાેયા વાત કરતા જાણ્યું કે તેઓ રબારી સમાજના યુવાનો હતા. આગળની વાતચીતથી જાણવા મળ્યુ કે તે યુવાનો શિક્ષિત હતા પરંતુ બેરોજગાર હતા અને વ્યવસાય કે નોકરીમાં ઠરીઠામ થવાના પ્રયત્નો કરી રહ્યા હતા. કિરણભાઈએ તેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જણાવ્યું અને કહ્યું કે તેનાથી તમે સરકારી નોકરીમાં લાગી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા એેટલે શું ? યુવાનોનો આ જવાબ સાંભળ્યો એ જ ઘડીએ પાટણ ખાતે કોઈપણ ભોગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ક્લાસીસ શરૂ કરવાનું કિરણભાઈએ મનોમન નક્કી કરી લીધું. સમાજના શિક્ષિત યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે શું એ ? સવાલ પૂછ્યો ત્યારે સમજાયુ કે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે સૌથી પહેલાં જાગૃતી લાવવી પડશે. આ સાથે પાટણના રાધા-ક્રિષ્ણ મંદિરમાં જઈને ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં અરજ કરી કે ક્રીષ્ના ગૃપ નામે ક્લાસીસ ચાલુ કરવા છે શરૂઆત કરીશ પણ એને આગળ ચલાવવાની જવાબદારી તમારા પર મુકુ છું. આ સાથે ક્રિષ્ના ગૃપની શરૂઆત થઈ. જે શહેરમાં ગ્રેજ્યુએટ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા શું કહેવાય એ પણ ખબર નહોતી ત્યાં આજે ક્રિષ્ના ગુપના ક્લાસીસમાં ૭૦૦ થી ૮૦૦ જેટલા રબારી સમાજના દિકરા-દિકરીઓ ભરતી સમયે ક્લાસીસમાં તૈયારી માટે આવતા હોય છે આનાથી મોટી સફળતા શું હોય શકે. ક્રિષ્ના ગૃપ દ્વારા ચાલતા ક્લાસીસમાં ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના અનેક શહેરોના હાઈલી પેઈડ ફેકલ્ટીઓ દ્વારા અપાતા માર્ગદર્શનથી ક્લાસના વિદ્યાર્થીઓ ઉત્તમ રીઝલ્ટ મેળવી શક્યા છે. 



પાટણ શહેરમાં અનેક પ્રાઈવેટ લાયબ્રેરીઓ આવેલી છે જેમાં એક વિદ્યાર્થી પાસેથી મહિનાના એક હજારથી પંદરસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જ્યારે ક્રિષ્ના ગૃપ દ્વારા ચાલતી લાયબ્રેરીમાં આજે પણ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિનામૂલ્યે  વાંચન કરી રહ્યા છે. આમ જાેઈએ તો આ રીત દર મહિને સમાજના ૩ લાખ રૂપિયા બચી રહ્યા છે. 




ગુજરાત રાજ્યના એસ.ટી. વિભાગમાં કંડક્ટરની ભરતી માટે દરેક ઉમેદવાર પાસે ફર્સ્ટ એઈડ સર્ટી હોવું ફરજીયાત હતું અને રબારી સમાજના મોટાભાગના ઉમેદવારો પાસે આ સર્ટી હતું નહિ તેથી ક્રિષ્ના ગુપ દ્વારા આ સર્ટી માટે ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરી સમાજના ઉમેદવારોને ફર્સ્ટ એઈડ સર્ટી મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ સમગ્ર ગુજરાતના રબારી સમાજના ઉમેદવારોએ લીધો હતો. 


કિરણભાઈ દ્વારા શૈક્ષણિક કાર્યોની સાથે તાજેતરમાં કોરોનાકાળમાં લોકડાઉન જેવી કપરી પરિસ્થિતીમાં પણ અનેક સેવાકાર્યો કર્યા હતા. પાટણ ખાતે તેમના દ્વારા સ્પોર્ટસ ડે, તમામ સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ વગેરેના આયોજનો દર વર્ષે થતા હોય છે. એલઆરડી ની ભરતી સમયે પણ જીઆર રદ્દ કરવા માટેના આંદોલન માં પણ કિરણભાઈએ મહત્વનો ફાળો ભજવ્યો હતો. મુળ દિઘડીના વતની ભુંગોર શાખના કિરણભાઈ હાલ પાટણ ખાતે સ્થાયી થયા છે અને તેમના પરિવારના અમુક લોકો ભદ્રાડા ખાતે પણ રહે છે. કિરણભાઈના માતા-પિતા અને પરિવાર તરફથી પણ આ સેવાયજ્ઞમાં ભરપુર સહયોગ મળ્યો છે.  સમાજના સેવાકાર્યમાં જ ડુબેલા રહેતા કિરણભાઈને પરિવારે હરહંમેશ સહયોગ આપ્યો છે અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો છે.

કિરણભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધાથી તમને શું મળે છે ? ત્યારે તેમને જવાબ આપ્યો કે “જ્યારે કોઈ પરીક્ષા લેવાયા બાદ તેનું રીઝલ્ટ આવે અને પાસ થ યેલા ઉમેદવારોના ચહેરા પર જે ખુશી જાેવું છુ, તેમનો હસતો ચહેરો જાેઈ મને જે આનંદ મળે છે એ શબ્દોમાં વર્ણવો શક્યા નથી.” કિરણભાઈ જણાવે છે કે પાટણ શહેર તેમજ આસપાસના લોકો નો બહુ જ સહ્યો મળ્યો છે.  કિરણભાઈ ભગવાન દ્વારકાધીશને બહુ માને છે. પોતે પણ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના સિદ્વાંતોને જીવનમાં ઉતાર્યા છે. વિહોતર વોઈસ પરિવાર તરફથી સાચા સમાજપ્રેમી કિરણભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ... ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ભગવાન દ્વારકાધીશ આપને દિર્ઘાયુ અને બેક્ષે એવી પ્રાર્થના સહ અભિનંદન...

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ