રિવરફ્રન્ટમાં "રમેલ" થશે, રબારી સમાજ દ્વારા ભદ્રપર્વનું ભવ્ય આયોજન

 


 કહે છે કે રબારી સમાજને અમદાવાદના નગર દેવી શ્રી ભદ્રકાળી માતાજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી આવીને રબારી સમાજના લોકો અમદાવાદ વસ્યા છે. અમદાવાદમાં વસેલા રબારી  સમાજની સમૃદ્ધિ ભદ્રકાળી માતાને આભારી છે. અમદવાદમાં વસવા આવતા રબારી સમાજના લોકો ભદ્રકાળી માતાજીના મંદિરમાં ટોપલા દીઠ એક "ટકો" ચડાવવાની પરંપરા ઘણેઅંશે આજે પણ જાળવી રહ્યા છે.

શ્રી ભદ્રકાળી માતાજીના હવન રબારી સમાજ દ્વારા યોજાતા હોય છે આગામી 5 ડિસેમ્બરના રોજ શ્રી ભદ્રકાળી માતાજીના "ભદ્રપર્વ"નું ભવ્ય આયોજન કરવાંમાં આવેલ છે. જેમાં રિવરફ્રન્ટમાં "રમેલ" યોજાશે, તેમજ સંતો-ભુવાજી-મહેમાનોના સામૈયા-સન્માન થશે. સાબરમતી માતાની આરતી, ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ, ધ્વજ આરોહણ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભદ્રપર્વમાં સમાજના ખ્યાતનામ કલાકારો સંગીતની રમઝટ બોલાવશે. અમદાવાદ શહેર રબારી સમાજ દ્વારા આયોજિત ભદ્રપર્વમાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

 

 







 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ