સમૂહ લગ્ન:ગાંધીનગરમાં રબારી સમાજનાં સમૂહ લગ્નમાં 25 હજારની જનમેદની વચ્ચે 51 યુગલો લગ્નના તાંતણે બંધાયા

 

સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા





    ગાંધીનગર જિલ્લાના ટીંટોડા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી 51 નવયુગલોને આશીર્વચન અને નવજીવનની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 25 હજાર જેટલી જનમેદની એ પણ નવ યુગલોને શુભેચ્છા પાઠવી હતી.


ગોરસ ગાંધીનગર, જિલ્લા રબારી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન પાઘડી અને ગુલાબનો મોટો હાર પહેરાવીને પહેરાવીને તથા સ્મૃતિ ચિહન આપીને કર્યું હતું. કેસરી ખેસ ઓઢાડી રબારી સમાજના સંતોએ પણ તેમનું સન્માન-અભિવાદન કર્યું હતું.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજના 51 નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.તેમણે રબારી સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના હોદ્દેદારોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક સમાજને સાથે રાખી ગુજરાત સરકાર આગળ સૌના સાથ,સૌના વિકાસ ,સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહી છે. સૌ સાથે મળી ગુજરાતનો વધુ વિકાસ કેવી રીતે થઇ શકે એ માટે વિચારીએ અને પ્રયત્ન કરીએ એવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.પ્રત્યેક નવ યુગલોને ઘરવખરીની 5 લાખથી વધુની રકમ ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શંભુજી ઠાકોર, સંતો-મહંતો, રબારી સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને 25 હજારથી વધુ લોકો સમૂહ લગ્નમાં ભાગ લઇ નવ દંપતીને શુભેચ્છા આપી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ