રેતશિલ્પ બનાવીને આગવી ઓળખ ઉભી કરનાર નાથુભાઈ ગલચર(રબારી)

રેત શિલ્પની વાત આવે એટલે તુરંત ઓરિસ્સાના સુદર્શન પટનાયકનું નામ ચર્ચાતું હોય છે. પરંતુ, ગુજરાતમાં પોરબંદરના નથુભાઈ ગરચરે પણ અલગ અલગ રેત શિલ્પો બનાવી લોકોમાં આગવી ઓળખ બનાવી છે. તાજેતરમાં માધવપુરના મેળા દરમિયાન પોરબંદરના દરિયાકાંઠે ભગવાન માધવરાય અને રાણી રુક્મિણીનું રેત શિલ્પ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.


માધવપુરના મેળાને અનુલક્ષીને રેત શિલ્પ બનાવ્યું

પોરબંદરના નથુભાઈ ગરચરે માધવપુરના મેળા દરમિયાન પોરબંદરના દરિયાકાંઠે ભગવાન માધવરાય અને રાણી રુક્મિણીનું આકર્ષક વિશાળ રેત શિલ્પ તૈયાર કર્યું હતું. જે પોરબંદરના દરિયાકાંઠે ફરવા આવેલા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.



નિજાનંદ માટે બનાવે છે રેત શિલ્પ

રેત શિલ્પની કળા એ શાંતિ અને ધીરજ માગી લેતી કળા છે. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મચારી નથુભાઈ ગરચરને રેત શિલ્પનો અનેરો શોખ છે. તેઓ પોતાના નિજાનંદ માટે રેત શિલ્પ તૈયાર કરે છે.તેઓ પોતે પણ જાણે છે કે દરિયાના મોજામા તેઓની કલાકોની મહેનત તણાઇ જવાની છે. છતાં પણ આટલી ઉંમરે તેઓ જે લગન જે ઉત્સાહ સાથે રેત શિલ્પો તૈયાર કરે છે તે ખુબ જ મોટી વાત છે.


નથુભાઈ ગરચર રેત શિલ્પ ક્ષેત્રે ખૂબ જ સારી કળા ધરાવે છે. તેઓ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ અનેક સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. વાર તહેવારે તેઓ સામાજીક સંદેશો આપતા રેત શિલ્પો બનાવતા જોવા મળે છે. જે રીતે ચિત્રકાર પોતાના ચિત્રને દોરે છે, મૃતિકાર મૂર્તિને ઘાટ આપે છે તેવી જ રીતે નથુભાઈ રેત શિલ્પને આકર્ષક બનાવે છે. તેઓના રેત શિલ્પને જોયા બાદ જોનાર આ કલાની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી.












Nathubhai Galchar




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ