ર્ડાકટરથી આઈપીએસ બનેલા સુધીર દેસાઈ

સમગ્ર દેશમાંથી દર વર્ષે લાખો ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા આપતા હોય છે અને તેમાંથી ઘણા ઓછા ઉમેદવારો પરીક્ષાના ત્રણેય તબક્કા પસાર કરી શકતા હોય છે. યુપીએસસીમાં પહેલાં પ્રાથમિક (પ્રિલિમિનરી) પરીક્ષા, પછી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કા પાર કરવાના હોય છે. આ ત્રણેય તબક્કાને સફળતાપૂર્વક પાર કરીને આઇપીએસની કારકિર્દી બનાવનારા સુધીર દેસાઇની પ્રેરક ગાથા જાણીએ.

ગાંધીનગર જિલ્લાના વડસર ગામમાં રહેતા જયેન્દ્રભાઈ અને રક્ષાબહેના સુપુત્ર સુધીર દેસાઈએ ધોરણ એકથી સાતનું શિક્ષણ વડસરની પ્રાથમિક શાળામાં લીધું. પછી આગળ ઉચ્ચ અભ્ચાસ માટે તેઓ અમદાવાદમાં આવી પહોંચ્યા. એમણે ધોરણ 10માં 90 ટકા માર્ક્સ મેળવ્યા અને ધોરણ 12-સાયન્સમાં 75 ટકા માર્ક્સ મેળવ્યા હતા. આ પછી તેમણે ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. જ્યારે સુધીર દેસાઇને પૂછવામાં આવ્યું કે તમે ડેન્ટિસ્ટ્રીના અભ્યાસ પછી પ્રેક્ટિસની શરૂઆત ક્યાં કરી હતી? ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘ના, મેં પ્રેક્ટિસ કરી ન હતી, ઇન્ટર્નશિપ પૂરી થતાંની સાથે મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી.

ઇન્ટર્નશિપ પછી સીધી યુપીએસસીની તૈયારી કેમ શરૂ દીધી? યુપીએસસી માટે તમને કોણે પ્રેરણા આપી હતી? એવું પૂછતા એમણે જવાબ આપ્યો, ‘મારા કાકા ઉપેન્દ્ર દેસાઇ જીપીએસસી પાસ હતા. તેઓ અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશનર પ્રોફેશનલ ટેક્સ તરીકે ફરજ બજાવતા હતા. એમને જોઈને મને પણ સરકારી અધિકારી બનવાની ઈચ્છા થઈ હતી. આ પછી મેં અમદાવાદની ‘સ્પીપા’માં અને દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં કોચિંગ લેવાનો વિચાર કર્યો. યુપીએસસી પરીક્ષાના પહેલા પ્રયાસમાં ‘સ્પીપા’ જોઈન કર્યું પણ એમાં મને યુપીએસસી પરીક્ષાના ત્રણેય તબક્કા પાર કરવામાં સફળતા મળી નહીં. એટલે પછી બીજા પ્રયાસમાં સફળ થવા માટે હું નવી દિલ્હી ગયો. ત્યાં મેં કોચિંગ શરૂ કર્યું. આ ઉપરાંત છ થી આઠ કલાકનું વાંચન પણ કર્યું હતું. તેઓ વધુમાં કહે છે, ‘મેં વર્ષ 2010માં પહેલીવાર યુપીએસસી પરીક્ષા આપી હતી અને પહેલી જ વારમાં હું ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી ગયો પણ કમનસીબે મને ઇન્ટરવ્યૂમાં સફળતા મળી નહીં. નિષ્ફળતાથી નિરાશ થયા વિના હિંમત ન હારતા મેં મહેનત ચાલુ રાખી અને 2011ની સાલમાં ફરીથી યુપીએસસી પરીક્ષા આપી. આ વખતે મારા પુરુષાર્થની સાથે પ્રારબ્ધનો સાથ પણ મળ્યો. હું ઓલ ઇન્ડિયા લેવલે 264 માં રેન્ક સાથે પાસ થયો હતો. આથી મને આઇપીએસમાં પોસ્ટિંગ મળ્યું.

આ પણ વાંચો : 2 રબારી અધિકારીઓએ બહાદુરી પૂર્વક તોફાન વચ્ચેથી રથને સલામત મંદિર સુધી પહોંચાડ્યા.

તમે યુપીએસસી પરીક્ષા કયા વિષય સાથે આપી હતી? તેના જવાબમાં સુધીર દેસાઇ કહે છે, ‘ગુજરાતી લિટરેચર સાથે મેં યુપીએસસી પરીક્ષા આપી હતી.’ આ સાંભળી આશ્ચર્યથી પૂછવામાં આવ્યું કે ડોક્ટર બન્યા પછી યુપીએસસી પરીક્ષામાં આવા વિષય કેમ પસંદ કર્યા? જવાબમાં તેમણે કહ્યું, ‘આ વિષયોનું ઘણું મટિરિયલ્સ ઘણી ઓનલાઇન સાઇટ પર અવેલેબલ હોય છે અને કોચિંગ પણ સારું અવેલેબલ હોય છે તેથી મેં આ વિષય રાખ્યો હતો.’

તમને ઈન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પુછાયા હતા? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું , ‘તમારા મુજબ મેડિકલ પ્રોફેશનમાં કેવા સુધારાની જરૂર છે? બીજો સવાલ એવો હતો કે એજ્યુકેશન સિસ્ટમમાં કેવા સુધારા લાવવાની જરૂર છે? અને બીજા અનેક સવાલો જેવા કે કરન્ટ ઈસ્યુ વિશે અને અર્થવ્યવસ્થા વિશે પુછાયા હતા, જેના મેં વ્યવસ્થિત જવાબો આપ્યા હતા. સુધીર દેસાઇને પોસ્ટિંગ ક્યાં ક્યાં મળ્યું તે જાણીએ.

તેઓ સૌપ્રથમ રાજકોટ જિલ્લાના જેતપુરમાં એ. એસ. પી. તરીકે જોડાયા. પછી વડોદરા ગ્રામ્યમાં એ. એસ. પી ની ફરજ બજાવી. એ પછી અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચના ડી. સી. પી. બન્યા. એ પછી સુરત ટ્રાફિક બ્રાન્ચમાં ડી. સી. પી. તરીકે જોડાયા. પછી વડોદરા રૂરલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી છે. હાલમાં રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન- 2 તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. અંતે, તેઓ કહે છે, ‘મારી આ સફરમાં પત્ની અલ્પાનો મોટો ફાળો છે અને મારા પરિવારજનોના મારા પરના વિશ્વાસે મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે.

સફળતાની ટિપ્સ

  • પરીક્ષા પદ્ધતિ ઘણી બદલાઈ છે બેઝિક વસ્તુને ધ્યાનમાં રાખીને ફોકસ અને ડેડિકેશનથી તૈયારી કરવી. 
  • તમારામાં શ્રેષ્ઠતમ હોય તે આપવા પ્રયાસ કરવો. 
  • હવે તો શિક્ષકો ગમે ત્યાં હોય તેનું ઘરબેઠા માર્ગદર્શન મેળવી શકાય તેવી સુવિધા ઊભી થઇ છે. 
  • સતત અને સખત મહેનત કરવી. 
  • ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ જ જરૂરી છે. 
  • માત્ર ઓથેન્ટિક બુક્સ જ વાંચવી. 
સાભાર : દિવ્યભાસ્કર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ