જાણો કેમ કરી હતી રામબાલકદાસ બાપુએ ટિકિટની દાવેદારી ?

        હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે પુ. શ્રી રામબાલકદાસ બાપુએ ચોટીલા વિધાનસભા સીટ માટે ભાજપ માંથી ટીકીટ માંગી હતી.  એના વિશે સમાજમાં અપરિપક્વ અને ટુંકી માનસિકતા ધરાવતા માણસો અનેક વાતો કરી રહ્યા છે. સમાજના ઘણા લોકો એવું કહેતા કે બાપુ ને ચુંટણી લડવાની કયા જરૂર હતી , બાપુ ચુંટણી હારી જશે , મંદિર ના સમાજના રુપિયા નો બગાડ થશે , જે લોકો બાપુ ને જાણતા નથી એ લોકો આવી વિચાર્યા કે જાણ્યા વગર ફેકમ ફેક કરતા.

પુ. શ્રી રામબાલકદાસ બાપુ

          આપણે સૌએ આ વિષય ઉપર જાણવું જરૂરી છે કે પૂ.બાપુએ ટીકીટ માટે દાવેદારી કેમ કરી ?

      તો સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે થાન , ચોટીલા અને મુળી તાલુકાનાં માલધારી સમાજ (રબારી-ભરવાડ)ના યુવાનોએ નક્કી કર્યું કે આ વખતે આપણે માલધારી સમાજનું રાજકીય નેત્રૃત્વ ઉભું કરવું છે. તો એના માટે એમણે નક્કી કર્યું કે આપણે આ વખતે ટિકિટ માંગવી છે. વિધાનસભા લડવા માટે એક સૌને સ્વિકાર્ય એવો ચહેરો જોઈએ. પુ. રામબાપુ એવો ચહેરો છે કે જેની સાથે દરેક સમાજ ચાલી શકે. તો સૌ માલધારી યુવાનો પુ. રામબાપુને મળવા દુધઈ વડવાળા મંદિરે પહોંચી બધી વાત કરી. અને પુ. બાપુ ને લડવા માટે વિનંતી કરી. પુ.બાપુએ એ વખતે ના પાડી અને કહ્યું કે સમાજ માંથી ગમે તે તૈયાર થાવ હું તમારી સાથે છું. અને એના માટે ત્રણેય તાલુકા ના માલધારી સમાજની મિટિંગ બોલાવો. તારીખ-૧૪/૦૯/૨૨ ના રોજ સાંજે ચોટીલા મુકામે ત્રણેય તાલુકાના માલધારી સમાજના આગેવાનો , યુવાનો અને વડીલો મળે છે. આ મિટિંગમાં માલધારી સમાજમાંથી ભાજપ પાસેથી ટિકિટ ની માંગણી કરવી એવું નક્કી થયું. અને દરેક માલધારી આ બાબતે એક થઈ મહેનત કરશે. પરંતુ આ મિટિંગમાં પણ કોઈ ચહેરો નક્કી થયો નહિ. અંતે ફરી વખત તમામ માલધારી સમાજના યુવાનો પુ. બાપુ પાસે જઈને વિનંતી કરે છે કે બાપુ તમારે જ ટિકિટ માંગવાની છે અને લડવાનું છે. છેલ્લે સમાજના યુવાનોના આગ્રહને માન આપી પૂ.બાપુ તૈયાર થયા.


       પરંતુ બાપુએ એ યુવાનો આગળ શરત મુકી કે આ ચુંટણી લડવાનો એક પણ રુપિયાનો ખર્ચો મંદિર માંથી કરીશ નહીં અને તમામ મહેનત તમારે જ કરવાની રહેશે. તમામ યુવાનોએ આ શરત માન્ય રાખી અને પુ. બાપુએ ટીકીટ માંગી. (આપણે સૌએ એ જાણવું જરૂરી છે કે કદાચ ચુંટણી લડવાની થઈ હોત તો એક રુપિયાનો ખર્ચો મંદિર માંથી કરવાનો નહોતો.)

આપણા વિસ્તારમાં માલધારી સમાજની પરિસ્થિતિ શું છે એ બાપુ જાણે છે. આપણા વિસ્તારમાં આપણુ પોતાનુ કોઈ રાજકીય નેત્રૃત્વ છે નહીં. આપણી સમસ્યાઓ માટે આપણે બીજાને આધારે છીએ. બીજા આપણી સમસ્યાઓને મહત્વ આપતા નથી. પરિણામે આપણે ઘણી બધી રીતે હેરાનગતિ ભોગવી રહ્યા છીએ. જો આપણી પાસે આપણો પોતાનો રાજકીય નેતા હોય તો આપણે બીજાના પગ જાલવા જવું ના પડે. આ બધી પીડાના કારણે પુ. રામબાપુ લડવા માટે તૈયાર થયા હતા.

    બાકી બાપુ બધું જ જાણે છે કે રાજકારણમાં આવવાથી કયું સ્ટેજ હોય. વગર ધારાસભ્યે ત્રણ ત્રણ ધારાસભ્યો, સાંસદો બાપુ ના પગમાં બેઠા હોય. બાપુ ને ચુંટણી લડી નેતા થવાનો કે રૂપિયા કમાવવાનો કોઈ શોખ નથી અને જરૂર પણ નથી. પરંતુ બાપુ આ કડવો ઘૂંટડો સમાજ માટે પીવા તૈયાર થયા હતા.

       બાપુના આ ત્યાગ માટે પુ. રામબાપુ ને વંદન.


હવે આવી પરિસ્થિતિમાં જો કોઈ આપણા સમાજના જ  વ્યક્તિ પુ. બાપુ વિષે અશોભનીય ટીકા-ટીપણી કરતા હોય તો એમની બુદ્ધિ એમને મુબારક.

જય વડવાળા... જય દ્વારકાધીશ...

જે.કે.આલ (માલધારી)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ