ડીસામાં સમૂહ લગ્નનું આયોજન, માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઈએ પોતાની દિકરીનું નામ નોધાવી અનોખી પહેલ કરી

માવજીભાઈ દેસાઈ
 

- ડીસા રબારી સમાજ કુરીવાજ તેમજ ખોટા ખર્ચાઓ રોકવા સમૂહ લગ્ન કરવા બન્યો મક્કમ - ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પોતાની દિકરી નું સમૂહ લગ્ન માં નામ નોધાવી કરી અનોખી પહેલ - રબારી સમાજને સમૂહ લગ્નમાં જોડાવવા ગોવાભાઈ રબારી અને માવજીભાઈ દેસાઈની અપીલ વધતી જતી મોઘવારી અને સમયના બદલાવ ની સાથે સાથે ખોટા ખર્ચાઓ અને કુરીવાજ અટકાવવા માટે ડીસા રબારી સમાજ સમૂહ લગ્ન તરફ આગળ વધ્યો છે. જેમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને રબારી સમાજ ના આગેવાન માવજીભાઈ દેસાઈએ સમૂહ લગ્ન માં પ્રથમ પોતાની દીકરીનું નામ નોંધાવી એક અનોખી પહેલ કરી છે. રબારી ગોપાલક છાત્રાલય ડીસા ખાતે રવિવારે રબારી સમાજ ના આગેવાન ગોવાભાઈ રબારી તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને રબારી ગોપાલક છાત્રાલય ડીસાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત રબારી સમાજ ના મુખ્ય આગેવાનો અને યુવાનો ની ઉપસ્થિતિમાં એક અગત્યની મિટિંગ યોજાઈ હતી. રબારી સમાજ ના આગેવાનો અને યુવાનો એ વધતી જતી મોઘવારી માં રબારી સમૂહ લગ્ન માં જોડાય તેવું સૂચન કર્યું હતું. જેને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગગડાટ થી વધાવી લીધું હતું. બેઠકમાં રબારી સમાજ ના આગેવાન તરીકે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ ડીસા ખાતે યોજાનાર પ્રથમ સમૂહ લગ્ન માં પોતાની દિકરી ના લગ્ન સમૂહ લગ્ન માં કરવાની જાહેરાત કરી એક અનોખી પહેલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ડીસા ખાતે યોજાનાર સમૂહ લગ્ન માં રબારી સમાજ ના વધુમાં વધુ લોકો જોડાય તે માટે રબારી સમાજ ના આગેવાન ગોવાભાઈ રબારી અને માવજીભાઈ દેસાઈ એ અપિલ કરી હતી.  

- પ્રથમ નામ માવજીભાઈ દેસાઈ ની દિકરી નું નોધાયુ  

ડીસાના સમશેરપુરા સ્થિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે આગામી મહા મહિના માં સમસ્ત રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે. જેમાં કોઈ સંકોચ ન અનુભવે તે માટે રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ સમૂહ લગ્ન માં પ્રથમ પોતાની દીકરીનું નામ નોધાવી એક અનોખી પહેલ કરી હતી. - ભોજન દાતા તરીકે નો લાભ માવજીભાઈ દેસાઈ એ લીધો એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે સમસ્ત રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે. જેમાં ભોજન દાતા તરીકે નો લાભ પણ રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ મગનભાઈ દેસાઈ એ લીધો છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ